હાલોલ તાલુકાના ત્રિકમપુરા ગામના યુવકે કાટડીઆ-નેશ ગામના તળાવમાં કૂદી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૧૨.૨૦૨૫
હાલોલ તાલુકાના ત્રિકમપુરા ગામમાં રહેતો અને ત્રણ દિવસ પહેલા મૂલધરી ગામે આવેલ સાસરીમાંથી નીકળેલો 33 વર્ષીય પરણિત યુવાનનો મૃતદેહ કાંટળીયા નેસ ગામ ના તળાવ માંથી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે.બનાવ સંદર્ભે પાવાગઢ પોલીસે અક્સ્માત મોતનો ગુનો નોંધી મૃતકનું હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.બનાવ ની પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ તાલુકાના ત્રિકમપુરા ગામમાં રહેતો મુકેશભાઈ મનુભાઈ ગોહિલ ઉ.વ.આશરે 33 નો ત્રણ દિવસ પહેલા હાલોલ તાલુકાના મૂલધરી ગામે આવેલ સાસરીમાં ગયો હતો.ત્યાંથી તા.28 નવેમ્બર ના રોજ નીકળ્યો હતો. તે ઘરે પરત ન આવતા છેલ્લા ત્રણ દિવસ થી ગુમ થયેલ મુકેશના પરીવારજનો ચિંતિત બની તેની શોધખોળ કરવા છતાં મળી આવેલ ન હતો.દરમ્યાન આજે સોમવારના રોજ હાલોલ તાલુકાના કાંટળીયા નેસ ગામ ના તળાવ માંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો.બનાવ ની જાણ પાવાગઢ પોલીસ ને કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી,અને સ્થાનિક તરવૈયાની મદદ થી મુકેશના મૃતદેહને બહાર કાઢી પ્રાથમિક તપાસ બાદ અકસ્માત મોતનો ગુનો નોંધી હાલોલ ની રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.જોકે જાણવા મળેલી માહિતી મુજબ મુકેશભાઈ પાવાગઢ ડુંગર પર આવતા યાત્રિકો ને ટેટુ દોરવનો વ્યયસાય કરતો હતો.પરંતુ છેલ્લા કેટલાક દિવસ થી લોન અને વ્યાજ ના ચક્કરમાં ફસાયો હોવાનું પરીવારજનો જણાવી રહ્યા હતા.તેમ છતાં મુકેશે એવું પગલું કેમ ભર્યું હશે તે પોલીસ તપાસ માં બહાર આવે તેમ છે.







