AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં તાપમાનનો પારો ગગડતા કડકડતી ઠંડી નો અહેસાસ…

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ડીસેમ્બર મહિનાનાં પ્રથમ દિવસથી જ તાપમાનનો પારો નીચે ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, વઘઇ, આહવા,સુબિર, શામગહાન સહીતનાં ગામડાઓમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધતા જનજીવન ઠુઠવાયુ છે.ડાંગ જિલ્લામાં બે દિવસથી મહત્તમ તાપમાન 31 સેલ્શિયસ જ્યારે લઘુતમ 13 સેલ્શિયસ જેટલુ નીચુ નોંધાતા ઠંડીનું પ્રમાણ વધ્યુ છે.જિલ્લાના ગામડાઓમાં ઠંડી વધતા લોકો ગરમ કપડા સહીત તાપણા કરી ઠંડીનો સામનો કરી રહ્યા છે.રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પણ કડકડતી ગુલાબી ઠંડી પડતા વાતાવરણ મનમોહક બન્યુ છે.કડકડતી ઠંડીમાં પણ પ્રવાસીઓ વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી રહ્યા છે.સાપુતારા ખાતે પણ હોટલો અને રિસોર્ટની બહાર પ્રવાસીઓ તાપણા કરી વાતાવરણની લિજ્જત માણી રહ્યા છે..

Back to top button
error: Content is protected !!