BODELICHHOTA UDAIPURGUJARAT

નવયુગ સાથે પ્રાચીન જ્ઞાન બોડેલીમાં ગીતા મહોત્સવનું આયોજન

ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃતિ, ભારતીય જ્ઞાન પરંપરા અને “શ્રીમદ ભગવદ્રીતા”ના સંવર્ધન માટે વિવિધ યોજનાઓ સંચાલિત થઈ રહી છે આ જ પ્રયાસો અંતર્ગત આજે ગીતા જયંતીના પાવન અવસરે બોડેલીની અગ્રેસર નામાંકિત એવી શેઠ એચ.એચ શિરોલાવાલા હાઇસ્કૂલ ખાતે છોટાઉદેપુર જિલ્લા પ્રશાસન અને છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનાં સંયુક્ત ઉપક્રમે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
દેશનાં યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં “વિરાસત ભી..વિકાસ ભી..” કાર્યક્રમ તેમજ સંસ્કૃત ભાષામાં વિદ્યાર્થીઓને અગ્રેસર કરવાના હેતુ સાથે યોજાયેલ ઉપરોક્ત ગીતા મહોત્સવ માં મુખ્ય વક્તા તરીકે પાવીજેતપુરની એમ.સી રાઠવા આર્ટસ કોલેજ જેતપુર પાવીના પ્રોફેસર ડૉ. રાજેશ કગરાણા, બોડેલીના પ્રાંત અધિકારી ભૂમિકાબેન રાઓલ, જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જશવંતભાઈ પરમાર, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શિતલ કુંવરબા મહારાઉલ , જિલ્લા શિક્ષણ નિરીક્ષક કે.બી પાંચાણી, બોડેલી શિરોલાવાલા હાઇસ્કૂલનાં કાયમી ટ્રસ્ટી પ્રમુખ ભાવેશભાઈ શિરોલાવાલા, બી આર સી કોર્ડીનેટર શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ તેમજ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી આચાર્યો, અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
કર્ણપ્રિય શંખનાદ સાથે દીપ પ્રાગટ્યથી પ્રારંભ બધાયેલ કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ગીતાજીના કંઠસ્થ શ્ર્લોકો રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમારે સંસ્કારને પેઢી દર પેઢી અને વારસાને આગળ ધપાવી શકે એ સૌની જવાબદારી છે સંસ્કૃત ભાષાને વધારે અને વધારે પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા મૂકવામાં આવેલી યોજનાઓ વિશે તેઓ વિસ્તૃત માહિતી આપી હતી.
મુખ્ય વક્તા પ્રોફેસર ડોક્ટર રાજેશભાઈ કગરાણા એ ગીતાના અનેક ઉદાહરણો આપી બાળકોને કૃષ્ણ ભગવાન જીવન કથની વિશે વક્તવ્ય આપતા ગીતા આપણને દરેક તબક્કે માર્ગદર્શન પૂરું પાડે છે જેથી દરેક વિદ્યાર્થી સાથે દરેક વ્યક્તિએ પણ ગીતાનું પઠન કરી તેનું સતત મનોમંથન કરવાથી કોઈપણ મુશ્કેલીમાં તેનો ઉપાય ગીતાજી માંથી મળે છે તેમ કહી ઉપસ્થિત દરેકને ગીતાજીનુ પઠણ કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ડૉ.શિતલકુંવરબા મહારાઉલે ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે સંવાદ રૂપે વિવિધ ઉદાહરણો દ્વારા ગીતાજીના શ્લોકોનું પઠન કરવાથી જીવન ખૂબ સરળ બનતું હોય અને જીવનની દરેક સમસ્યાઓનો હલ મળતો હોય તેમ કરવા વિદ્યાર્થીઓ પાસે વચન માગ્યું હતું.
આજના અવસરે વર્ષ દરમિયાન જિલ્લા યોજાયેલ સંસ્કૃત અને ગીતાજી વિષય પરની વિવિધ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓ ને ઉપસ્થિત મહાનુભાવના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ સાથે ગીતાજી આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.
અંતમાં શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલે ઉપસ્થિત મહાનુભાવનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ગજેન્દ્રભાઈ પંચોલી કર્યું હતુ.
રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!