MORBI:મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ગીતા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

MORBI:મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ગીતા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તેમજ મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ગીતા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગીતાજીનું પૂજન, ગીતાજીનું પઠન, દશાવતાર નૃત્ય નાટિકા, મહાભારત નૃત્ય નાટીકા, સંસ્કૃત ગરબા વગેરે સંસ્કૃતના સંરક્ષણ તેમજ સંવર્ધન હેતુથી આ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની યોજના પંચકમ અંતર્ગત જેમને સંપૂર્ણ ગીતાજી તેમજ સો સુભાષિત કંઠસ્થ કરેલા હતા તેમને પ્રમાણપત્ર તેમજ શિલ્ડ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ડેપ્યુટી ડીડીઓ ભટ્ટ સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી થી બ્રિજેશભાઈ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ નોડલ અધિકારી અલ્પેશભાઈ, સાર્થક વિદ્યામંદિર ના ટ્રસ્ટી કમલેશભાઈ તેમજ અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગીતાજી નું જીવનમાં શું મહત્વ છે તે અંતર્ગત માધવભાઈ પંડ્યા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત હતા. તેમજ મોરબી જિલ્લામાં અને સાર્થક વિદ્યા મંદિરમાં સંસ્કૃત કાર્ય થઈ રહ્યા છે તે અંતર્ગત સંસ્કૃત ભારતી માંથી રાજકોટ વિભાગ સંયોજક મયુરભાઈ શુક્લ એ માહિતી આપી હતી. આ સાથે દર વર્ષની જેમ સાર્થક વિદ્યામંદિરમાં સવારે તેમ જ બપોરે બંને સમયે ગીતાજીના સંપૂર્ણ 18 અધ્યાયનું પારાયણ પણ કરવામાં આવેલું હતું.








