GANDHINAGAR:કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીના શિલજ કેમ્પસ ખાતે નવીન અભ્યાસક્રમો શરૂ કરવા અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશને લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા

GANDHINAGAR:કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીના શિલજ કેમ્પસ ખાતે નવીન અભ્યાસક્રમો શરૂ કરવા અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશને લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા
ગાંધીનગર ખાતે કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાજ્ય મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં LoI સંપન્ન
અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન KSU ખાતે ગ્રીન એનર્જી, પોર્ટ, લોજિસ્ટિક અને કન્સ્ટ્રક્શન જેવા ક્ષેત્રના તાલીમ કાર્યક્રમો શરૂ કરશે
કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના નવનિર્માણ પામી રહેલા શિલજ કેમ્પસ ખાતે “સેન્ટર ફોર કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ” હેઠળ નવા અભ્યાસક્રમો શરૂ કરવા અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન સંસ્થા સહભાગી બનશે. આ માટે ગાંધીનગર ખાતે કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાજ્ય મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કૌશલ્યા યુનિવર્સિટી અને અદાણી સ્કિલ્સ એન્ડ એક્યુકેશને લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.
કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીના શિલજ કેમ્પસ ખાતે વિવિધ ઉદ્યોગગૃહોની સહાયતાથી વર્ષ ૨૦૨૫-૨૬માં “સેન્ટર ફોર કેપેસિટી બિલ્ડીંગ એન્ડ ટ્રેનિંગ”ની નવી બાબત મંજૂર કરવામાં આવી હતી. જેમાં નવા અભ્યાસક્રમો શરૂ કરવા માટે ઉદ્યોગગૃહો કેપિટલ અને ઓપરેશનલ ખર્ચ સાથે કૌશલ્યા યુનિવર્સિટી સાથે પાર્ટનરશિપ કરશે અને બદલાતી ટેકનોલોજીને અનુરૂપ તાલીમ કાર્યક્રમો ઉદ્યોગોની મદદથી ચલાવી શકાશે.
આ કાર્યક્રમ હેઠળ અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન દ્વારા કૌશલ્યા કેમ્પસ ખાતે ગ્રીન એનર્જી, પોર્ટ, લોજિસ્ટિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સહિતના વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસક્રમો શરૂ કરવા માટે આજે ગાંધીનગર ખાતે લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રી વિનોદ રાવ, કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડૉ. એસ. પી. સિંઘ, રજિસ્ટ્રાર શ્રી રેખા નાયર સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશનના વરિષ્ઠ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.










