ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ની કામગીરી પૂર જોશમાં – સરેરાશ ૯૪.૯૧% કામગીરી પૂર્ણ

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ની કામગીરી પૂર જોશમાં – સરેરાશ ૯૪.૯૧% કામગીરી પૂર્ણ

ભારત ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગણતરીનો તબકકો ચાલી રહેલ છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં સમાવિષ્ટ ત્રણેય વિ.સ.મ.વિ.માં બી.એલ.ઓ. દ્વારા તા.૦૪.૧૧.૨૦૨૫થી ગણતરી ફોર્મ(EF) વિતરણની કામગીરી શરૂ કરવામાં આવેલ. અત્યાર સુધીમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જીલ્લામાં સમાવિષ્ટ ૩૦-ભિલોડા વિ.સ.મ.વિ.માં ૯૨.૭૧%, ૩૧-મોડાસા વિ.સ.મ.વિ. માં ૯૪.૧૬% તથા ૩૨-બાયડ વિ.સ.મ.વિ.માં ૯૮.૬૪% કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. એકંદરે અરવલ્લી જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સરેરાશ ૯૪.૯૧% કામગીરી પૂર્ણ થયેલ છે. તેમજ આગામી ૨-૩ દિવસમાં સદરહું કામગીરી ૧૦૦.૦૦% પૂર્ણ કરવામાં આવશે. વધુમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા અગાઉ નિયત કરેલ ગણતરીના સમયગાળામાં ફેરફાર કરી નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જેમાં તા.૧૧.૧૨.૨૦૨૫ સુધી મતદારો દ્વારા ગણતરી ફોર્મ(EF) બી.એલ.ઓ.ને જમા કરાવી શકશે.ત્યારબાદ વિધાનસભા મતદાર વિભાગના તમામ ભાગોમાંથી પરત મળેલ તમામ ગણતરી પત્રકો (Enumeration Form) ની મુસદ્દા મતદારયાદી સબંધિત ભાગના મતદાર નોંધણી અધિકારી દ્વારા તા.૧૬/૧૨/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. સદર મુસદ્દા મતદારયાદીમાં સમાવિષ્ટ ન થયેલ મતદારો દ્વારા તા. ૧૬.૧૨.૨૦૨૫ થી તા. ૧૫.૦૧.૨૦૨૬ સુધી હકક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે.

મુસદ્દા મતદારયાદીમાં સમાવિષ્ટ ન થયેલ મતદારો તરફથી મળેલ હકક દાવા અને વાંધા અરજીઓ પરત્વે મતદાર નોંધણી અધિકારી દ્વારા પુરાવાની જરૂરીયાત હોય તેવા તમામ મતદારોને નોટીસ આપી, તા.૧૬.૧૨.૨૦૨૫ થી તા.૦૭.૦૨.૨૦૨૬ સુધી સુનાવણીની કામગીરી હાથ ધરી રજૂ થયેલ હકક દાવા અને વાંધા અરજીઓ નિકાલ કરશે. હકક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરેલ મતદારોના આધાર પુરાવાઓની ચકાસણી કરી સબંધિત ભાગના મતદાર નોંધણી અધિકારી દ્વારા તા.૧૪/૦૨/૨૦૨૬ ના રોજ મતદારયાદીની આખરી પ્રસિઘ્ધ કરશે.આમ, ઉકત વિગતે ભારતીય ચૂંટણીપંચ દ્વારા ગણતરી ફોર્મ (EF) પરત કરવાની તારીખ લંબાવવામાં આવેલ હોઇ, બાકી રહેલ ગણતરી ફોર્મ(EF) પરત મેળવવાની કામગીરી પૂર્ણ કરવામાં બી.એલ.ઓ.શ્રીને પુરતો સહકાર આપવામાં આવે તે માટે અપીલ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!