MEHSANAVIJAPUR

કૂંપલ પટેલની ‘આવવાદે’ ફિલ્મનો વિજાપુરમાં ધમાકેદાર સાથે રીલીઝ થતા પ્રીમિયર સો યોજાયો પ્રેક્ષકો ની થિયેટર માં ભીડ

થિયેટરમાં આવવાદે ફિલ્મને લઈ ધારાસભ્ય સીજેચાવડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા

કૂંપલ પટેલની ‘આવવાદે’ ફિલ્મનો વિજાપુરમાં ધમાકેદાર સાથે રીલીઝ થતા પ્રીમિયર સો યોજાયો પ્રેક્ષકો ની થિયેટર માં ભીડ
થિયેટરમાં આવવાદે ફિલ્મને લઈ ધારાસભ્ય સીજેચાવડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની નવયુવા કલાકાર અને ગુજરાતી ફિલ્મ જગતની ઊભરતી અભિનેત્રી કૂંપલ પટેલ અભિનીત ફિલ્મ ‘આવવાદે’ નો તાલુકામાં ધમાકેદાર પ્રીમિયર શો યોજાયો હતો. પોતાના જ વતનના થિયેટરમાં ફિલ્મ રીલીઝ થવા જતાં કૂંપલ પટેલ ખાસ કરીને સુવિધિ થિયેટર ખાતે પોતાના સહ-કલાકારો સાથે ઉપસ્થિત રહી ચાહકો સાથે ઉમંગભેર મુલાકાત કરી હતી.થિયેટર ખાતે લોકોની ભીડ અને કૂંપલ પટેલને મળેલ ઉમળકાભર્યો આવકાર ફિલ્મના સફળ પ્રારંભનો સંકેત આપી રહ્યો હતો.

oppo_0
ચાહકોએ અભિનેત્રીને ઘેરી લીધી અને ફિલ્મ વિશે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યો હતો કુંપલ પટેલે પ્રથમ જ ફિલ્મમાં પ્રભાવશાળી અભિનય કર્યાની ચર્ચા સ્થાનિક પ્રેક્ષકોમાં છવાઈ ગઈ હતી.
oppo_0
દર્શકોએ તેમના કિરદારની સ્વાભાવિકતા અને અભિનયની તાજગીની દિલખોલીને પ્રશંસા કરી હતી.ફિલ્મને સ્થાનિક સ્તરે મળતા સકારાત્મક પ્રતિસાદ વચ્ચે વિજાપુરના ધારાસભ્ય શ્રી સી.જે. ચાવડાએ કૂંપલ પટેલ સહિત સમગ્ર નવોદિત ટીમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.તેથી ફિલ્મ ‘આવવાદે’ માત્ર પ્રેક્ષકોને નહીં, પરંતુ યુવા કલાકારોને પણ નવી ઉર્જા અને પ્રેરણા પૂરી પાડતી જોવા મળી હતી.

Back to top button
error: Content is protected !!