GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ચાચાપર ગામની સીમમાં 20થી વધુ કુંજ પક્ષીઓના ભેદી મોત

MORBI:મોરબીના ચાચાપર ગામની સીમમાં 20થી વધુ કુંજ પક્ષીઓના ભેદી મોત
મોરબીના ચાચાપર ગામની સીમમાં ગઈકાલે સાંજે એકસાથે 20થી 25 જેટલા કુંજ પક્ષીઓના મૃતદેહ જોવા મળ્યા હતા. જેને પગલે ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. આ અંગે વિગતો આપતા ગામના ખેડૂત દિનેશભાઇ ડોઢણીયાએ જણાવ્યું કે ફોરેસ્ટ વિભાગની ટિમ આજે અહીં આવી હતી. તેઓ તપાસ અર્થે 3 મૃતદેહો લઈ ગયા છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે અહીં દર શિયાળે મોટી સંખ્યામાં કુંજ પક્ષીઓ આવે છે. આ વખતે પણ ઠંડીની શરૂઆત થતા જ પક્ષીઓ આવતા હતા. પણ કોઈ કારણોસર આજથી પક્ષીઓ આવતા બંધ થઈ ગયા છે.આ મામલે ફોરેસ્ટ અધિકારી જાણ કરતાં ટીમ ઘટના સ્થળે દોડી ગઈ પક્ષીના મૃતદેહનું પીએમ કર્યા બાદ સાચું કારણ જાણવા મળશે.









