
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
માલપુર–લુણાવાડા હાઇવે પર કાર પલ્ટી મારતા 9 યુવકો ઈજાગ્રસ્ત – પીઆઈ અને ટીમે રાત્રે ઘટનાસ્થળે દોડી જઈ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
માલપુર પીઆઈ તેમની ટીમ સાથે રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે ગોવિંદપુરની સીમ પાસે બનેલા કાર અકસ્માત અંગે જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. કાર પલ્ટી જતા માલપુરના વિવિધ વિસ્તારોના કુલ 9 યુવકો ઇજાગ્રસ્ત બન્યા હતા.પોલીસ જવાનોએ કોઈ પણ વિલંબ કર્યા વિના તમામ ઈજાગ્રસ્તોને પોતાના ખભે ઉચકી સલામત સ્થળે ખસેડ્યા હતા.ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામને નજીકની હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસની આ માનવતાભરી કાર્યવાહી વિસ્તારમા પ્રશંસા પામી રહી છે.ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા કેટલાક યુવકોને આગળની સારવાર માટે મોડાસા, હિંમતનગર અને અમદાવાદની હોસ્પિટલો ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ બધા યુવકો મિત્રના જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતની વધુ કાર્યવાહી માલપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે






