
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં હડકાયા કૂતરાનું આતંક, બે દિવસમાં 30 થી વધુ લોકોને બચકાં ભર્યા હોવાનું અનુમાન ,લોકોમાં ફફડાટ – કૂતરા એ બચકું ભરતા ઈસમનો હાથનો અંગૂઠો અલગ થઈ ગયો..!!
અરવલ્લી જિલ્લાના મેઘરજ વિસ્તારમાં હડકાયા કૂતરાના આતંકથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પેટ્રોલ પંપ પાસે એક વ્યક્તિ પર કૂતરાએ બિન પ્રેરિત રીતે હુમલો કરી તેની હાથની આંગળી ચૂંથી નાખી હોવાની ગંભીર ઘટના સામે આવી છે.સ્થાનિક લોકોએ તરત જ ગ્રામ પંચાયત અને તાલુકા સ્તરના અધિકારીઓને જાણ કરી હતી, છતાં યોગ્ય કાર્યવાહી ન થતા હડકાયું કૂતરું વધુ લોકોને પોતાનો ભોગ બનાવી રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ પંપ વિસ્તાર સહિત ધોળા અને કાળા રંગ ધરાવતા આ કૂતરાએ 30 થી પણ વધુ લોકોને બચકાં ભરી ઇજા પહોંચાડી છે.સામાન્ય લોકો પોતાના જીવનને જોખમમાં મુકી બહાર નીકળવાની હિંમત પણ ગુમાવી રહ્યા છે. ગ્રામ પંચાયત અને સંબંધિત વિભાગો દ્વારા કૂતરાને પકડવાની કાર્યવાહી ન થતા નાગરિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. કૂતરાના આતંકથી બાળકો અને વરિષ્ઠ નાગરિકો સૌથી વધુ ડરીને ઘરમાં જ મજબૂર થઈ ગયા છે.સ્થાનિક રહીશો તાત્કાલિક પગલાં લઈને આ હડકાયા કૂતરાને પકડવાની અને સારવારની માંગણી કરી રહ્યા છે, જેથી વધુ જાનહાનિ કે ઇજાઓને અટકાવી શકાય.





