MORBI:મોરબીના એડવોકેટ અને હેરિટેજ સંવર્ધક મિતેશ દવેને ગાંધીનગર મુકામે અતુલ્ય વારસો આયડેન્ટી એવૉર્ડ અર્પણ કરી સન્માનિત કરાયા.

MORBI:મોરબીના એડવોકેટ અને હેરિટેજ સંવર્ધક મિતેશ દવેને ગાંધીનગર મુકામે અતુલ્ય વારસો આયડેન્ટી એવૉર્ડ અર્પણ કરી સન્માનિત કરાયા.
ગુજરાતની સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત ૧૧૫ ઉપાસકોનુ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરાયું
આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે.લહેરી, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રામભાઈ સવાણી તેમજ અતુલ્ય વારસો સંસ્થાના સ્થાપક શ્રી કપિલભાઈ ઠાકર, શ્રી અન્નપૂર્ણાબેન શુક્લા સહિતના કલાપ્રેમીઓ, સંસ્કૃતિના ઉપાસકો અને ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ’થી સન્માનિત થયેલા ૧૧૫ મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીના જીલ્લાના મિતેષ દિલીપકુમાર દવે સહિતના કલાસાધકોને આજે ગાંધીનગર મુકામે અતુલ્ય વારસો આયડેન્ટી એવોર્ડ ૨૦૨૫ અર્પણ કરી સન્માનિત કરાયા.
ગુજરાત રાજ્યના નાટય અકાદમી ના શ્રી અન્નપૂર્ણાબેન શુક્લા ના હસ્તે આ અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ ૨૦૨૫ મોરબી જીલ્લાના કલા સાધક શ્રી મિતેષ દિલીપકુમાર દવે (હેરિટેજ સંવર્ધક) ક્ષેત્રે પોતાની ઉમદા કામગીરી અને તેના જતન માટે એનાયત કરાયો હતો.








