BUSINESS

ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૧૨.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૧૩૮ સામે ૮૫૧૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૭૬૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૧૦૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૨૧૩ સામે ૨૬૨૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૦૪૯ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૬૧૪૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની મીટિંગ શરૂ થતાં પૂર્વે ભારતના આર્થિક વૃદ્ધિના ત્રિમાસિક ૮.૨% વૃદ્ધિના આંકને કારણે બેંકરોનો અમુક વર્ગ આ વખતે વ્યાજ દરમાં ઘટાડો નહીં થવાનું અનુમાન મૂકી રહ્યા હોઈ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ફંડો, મહારથીઓએ સતત ચોથા દિવસે સેન્સેક્સ, નિફટી બેઝડ બજારને નેગેટીવ ઝોનમાં બંધ રહ્યું હતું.

જીડીપી આંક સાથે અમેરિકી ડોલર અને અન્ય વિદેશી ચલણો સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘસાઈ રહ્યું હોવા સાથે સેબી હવે ઓડીઆઈ રોકાણકારોનું એનએસડીએલમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરીને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ગુપ્તતાનો અંત લાવવા હલચલ કરી રહ્યાના અહેવાલોએ એફપીઆઈઝની શેરોમાં સતત વેચવાલી રહેતા આજે સ્થાનિક બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, બુધવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડીને અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ ઘટાડા બાદ ફરી વધી આવ્યા હતા.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઈટી, આઈટી, ટેક, ટેલિકોમ્યુનિકેશન અને બેન્કેકસ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૮૧ અને વધનારની સંખ્યા ૧૪૮૧ રહી હતી, ૧૫૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટીસીએસ લિ. ૧.૪૧%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૩૭%, ઈન્ફોસીસ લિ. ૧.૧૨%, એચડીએફસી બેન્ક ૧.૦૬%, એક્સીસ બેન્ક ૦.૯૧%, સન ફાર્મા ૦.૪૩%, ટેક મહિન્દ્ર ૦.૪૧%, પાવરગ્રીડ કોર્પોરેશન ૦.૩૨%, એચસીએલ ટેકનોલોજી ૦.૨૫% અને કોટક બેન્ક વધ્યા હતા, જ્યારે બીઈએલ ૨.૧૩%, ટાઈટન કંપની લિ. ૧.૮૬%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૭૯%, એનટીપીસી લિ. ૧.૭૨%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૬૯%, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ૧.૪૦%, બજાજ ફિનસર્વ ૧.૧૧%, લાર્સેન લિ. ૧.૦૮% અને અદાણી પોર્ટ ૧.૦૨% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય રૂપિયાના ઐતિહાસિક નબળા સ્તરે તૂટવાથી ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં અસ્થિરતા વધવાની શક્યતા છે. ડોલર મજબૂત બનતા FII તરફથી સતત વેચવાલી રહેવા જેવી સંભાવના છે, જેનાથી ઇન્ડેક્સ પર દબાણ ચાલુ રહી શકે છે. ખાસ કરીને બેંકિંગ, ઓટો અને કન્ઝ્યુમર સેક્ટર પર નકારાત્મક અસર થવાની શક્યતા વધુ છે, કારણ કે રૂપિયાની નબળાઈથી આયાતી કોસ્ટ વધે છે, ફંડિંગ કૉસ્ટ ઊંચી થાય છે અને કંપનીઓના ઓપરેશનલ નફાકીય માર્જિન પર ભાર આવે છે. ગ્લોબલ અનિશ્ચિતતા, વ્યાજદરમાં સંભવિત વધઘટ, અને ડોલર ઇન્ડેક્સની તેજી આ તમામ પરિબળો મળીને માર્કેટ સેન્ટિમેન્ટને નબળું રાખી શકે છે. ટૂંકા ગાળામાં માર્કેટ રેન્જબાઉન્ડ થી નેગેટિવ ઝુકાવ ધરાવતા ટ્રેન્ડમાં રહી શકે છે.

પરંતુ મધ્યમગાળામાં બજાર માટે આશાની કિરણ પણ છે. રૂપિયા નબળો થવાથી IT, ફાર્મા અને એક્સપોર્ટ-ઓરિયન્ટેડ સેક્ટર્સ માટે સ્પષ્ટ ફાયદો જોવા મળી શકે છે, કારણ કે તેમને ડોલર આવક વધારે મળે છે. જો આરબીઆઈ આગામી નીતિમાં સ્થિરતા લાવવા અસરકારક પગલાં ભરે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં અનિશ્ચિતતા ઘટે, તો ભારતીય બજાર ફરીથી રિબાઉન્ડ માટે પોઝિશન બનાવી શકે છે. આંતરિક માંગ મજબૂત રહેવા, કોર્પોરેટ કમાણીમાં સુધારા અને ભારતની લાંબા ગાળાની વિકાસગતિ શેરબજારને ટેકો આપી શકે છે. કુલ મળી, ટૂંકા ગાળામાં અસ્થિરતા ઊંચી રહેશે, પરંતુ સ્ટ્રક્ચરલ સ્ટોરી મજબૂત હોવાથી દરેક ડીપ રોકાણકારો માટે લાંબા ગાળાના મોકાઓ આપી શકે છે.

તા.૦૪.૧૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

  • તા.૦૩.૧૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૧૪૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૯૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૧૭૪ પોઈન્ટ થી ૨૬૨૦૨ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

  • જેએસડબલ્યુ સ્ટીલ ( ૧૧૫૦ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૩૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૬૭ થી રૂ.૧૧૭૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૧૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • એક્સીસ બેન્ક ( ૧૨૭૮ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૫૫ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૪૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૮૬ થી રૂ.૧૨૯૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૨૬ ) :- રૂ.૧૧૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૯૭ બીજા સપોર્ટથી પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૩૭ થી રૂ.૧૧૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
  • એચડીએફસી બેન્ક ( ૧૦૦૬ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૨૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૭૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૪૩ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૧૭ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૫૨ થી રૂ.૯૬૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • ટેક મહિન્દ્રા ( ૧૫૪૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૭૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૨૫ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૮૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
  • ભારત ફોર્જ ( ૧૪૧૫ ) :- રૂ.૧૪૩૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૪૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૦૨ થી રૂ.૧૩૯૬ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • જીન્દાલ સ્ટીલ ( ૧૦૨૪ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૫૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૦૮ થી રૂ.૯૯૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • અદાણી એનર્જી ( ૯૭૩ ) :- પાવર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૮૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૬૦ થી રૂ.૯૪૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૪ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક ( ૯૫૬ ) :- રૂ.૯૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૪૯ થી રૂ.૯૪૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૮૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Back to top button
error: Content is protected !!