હાલોલ :હજરત બાદશાહ બાબાના 89 માં ઉર્ષની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩.૧૨.૨૦૨૫
હાલોલ શહેરના પાવાગઢ રોડ પર આવેલા કુત્બે પંચમહાલ હઝરત બાદશાહ બાબા (ર.અ) ના 89 માં ઉર્ષ ની ઉજવણી આણંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી.છેલ્લા કેટલાક દિવસોથી આ ઉર્ષ ને લઈને બાદશાહ બાબા દરગાહ ટ્રસ્ટ કમિટી દ્વારા તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.જ્યારે તારીખ 2 અને 3 ડિસેમ્બરના રોજ ઉર્ષ ની ઉજવણી કરાઇ હતી.જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 2 ડિસેમ્બર મંગળવારના રોજ હુસેની ચોક કસ્બા ખાતે મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થયા હતા અને શંદલ શરીફનું ભવ્ય ઝુલુસ નીકળ્યું હતું જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી બાદશાહ બાબા દરગાહ ખાતે પહોંચ્યું હતું આ ઝુલુસમાં નાના બાળકો થી લઇ તમામ ઝાયરીનો અવનવા પોષકમા જોવા મળ્યા હતા જ્યારે દરગાહ ખાતે ઝુલુસ આવી પહોંચતા વડોદરાનાં ખાનકાહે એહલે સુન્નત નાં નાયબ ગાદીપતી સૈયદ કબીરુદ્દીન બાબા કાદરીના હાથોથી સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી અને ત્યારબાદ સલાતો સલામ અને નીયાજની વહેંચણી કરવામાં આવી હતી જ્યારે ઉર્ષ નાં બીજા દિવસે 3 ડિસેમ્બર બુધવારના રોજ સવારે દસ કલાકે દરગાહ ખાતે તકરીર નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી ઉપસ્થિત રહ્યા હતા અને હાલોલ શહેર ખતીબ મૌલાના યાકુબ રઝવી એ તકરીર ફરમાવી હતી અને સલાતો સલામ બાદ નિયાઝ તકસિમ કરવામાં આવી હતી.જ્યારે આ ઉર્ષ નો લાભ લેવા ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન,મધ્યપ્રદેશ સહિત ગુજરાતના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં અકીદંતમંદો ઉમટયા હતા.અને ઉર્ષનો લાભ લીધો હતો જ્યારે ઉર્ષ માં આવેલા તમામ ઝાયરિનોનો બાદશાહ બાબા દરગાહ કમિટી ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.













