
નર્મદા : આપ પ્રમુખ નિરંજન વસાવા સામે ભાજપ પ્રમુખ નીલ રાવે મોરચો માંડ્યો માટી ચોરી સહિતના આક્ષેપ કર્યા
“નિરંજન વસાવા ચૈતર ભાઈનું ચરવા મૂકેલી બકરું છે” : નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલરાવના ગંભીર આક્ષેપ
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ધમાસાણ ચાલી રહ્યું છે થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂના કેસમાં પોલીસના હાથે ઝડપાયા ત્યારબાદ ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા ઉપર પ્રહાર કરવામાં આવ્યા. ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ નિરંજન વસાવા ઉપર આક્ષેપો કરતા મામલો ગરમાયો હતો
છંછેડાયેલા આપ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સોશિયલ મીડિયામાં વિડિયો નાખ્યો જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ નીલરાવ સાંસદ મનસુખભાઈ વસાવા સહિતના નેતાઓ ઉપર વ્યક્તિગત આક્ષેપ કર્યા હતા અને જાહેર માં ડિબેટ કરવા ભાજપ નેતાઓને પડકાર ફેંક્યો હતો ત્યારે આજે તેનો વળતો જવાબ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખે આપ્યો હતો તેઓએ રાજપીપળા કમલમ ખાતે પત્રકાર પરિષદ બોલાવી અને આપ પ્રમુખ નિરંજન વસાવા સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે તે ભાજપમાં હતા તે વખતે તોડ પાણી કરતા જેથી ભાજપમાંથી કાઢી નાખવામાં આવ્યા ત્યારબાદ તેઓ સરપંચ પરિષદમાં જોડાયા સરપંચ પરિષદમાં પણ થી તેઓને કાઢી નાખવામાં આવ્યા તેઓને ભાજપ પ્રમુખે “ચૈતર ભાઈનું ચરવા મૂકેલું બકરું” જેવા શબ્દો પણ કહ્યા ઉપરાંત નિરંજન વસાવાના બંને ભાઈ પ્રોહીબિશનના ગુના માં સંડોવાયેલા હોવાનું પણ જણાવ્યું તેમજ રેલવેની જગ્યામાં હોટલ અને પંચાયતના પૈસે સોચાલય બનાવી દીધી હોવાના આક્ષેપ કરી બંગલાની આસપાસ પુરાણ કરેલ માટીની રોયલ્ટી અંગે પણ સવાલો ઉઠાવ્યા ઉપરાંત જાહેર ચર્ચા માટે પોતે તૈયાર હોવાનું જણાવી ચેલેન્જ સ્વીકાર્યો હતો આ બાબતે ભાજપ પ્રમુખ નીલ રાવે નિરંજન વસાવાને લીગલ નોટિસ આપી કોર્ટમાં ધસેડી જવાની પણ ચીમકી ઉચ્ચારી છે




