થરાદના જાણીતા વેપારીઓ બિન ખેડુત હોવા છતાં “ખેડૂત” રેવન્યુ નોંધોમાં મોટા કૌભાંડનો આક્ષેપ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદના તેમજ વાવ-ઢીમા વિસ્તારના રેવન્યુ રેકર્ડમાં મોટા પાયે ગેરકાયદે હેરફેર તેમજ બિનખેડુત લોકોનું ખેડૂતમાં રૂપાંતર કરી ખોટી રીતે જમીન મળી રહે તે માટે સત્તાધારીઓની “મિલીભગત”ના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
મુલતાની હાજીભાઈ નથેખાન તથા અન્ય અરજદારો દ્વારા મામલતદાર વાવ અને સંબંધી વ્યક્તિઓ વિરુદ્ધ અપીલ દાખલ કરી જણાવાયું છે કે ઢીમા ગામના સર્વે નં. 595 (જુનો સર્વે નં. 392/2) અંગે વેંચાણની નોંધ નંબર 2028 ગેરકાયદે રીતે મંજૂર કરવામાં આવી છે.
*અરજદારોના મુખ્ય આક્ષેપો*
સન 1961ના નામે દર્શાવાયેલ કાચો દસ્તાવેજ અસ્તિત્વમાં જ નથી.
કોઈપણ દસ્તાવેજ 30 વર્ષથી વધુ સમય સુધી માન્ય રહી શકતો નથી છતાં નોંધ દાખલ થઈ.
1961માં જમીન જાગીરી ગામ હતી, ત્યારે મૂળ ધારણકર્તાની એન્ટ્રી જ નહોતી વેચાણનો સવાલ જ નહીં.
1994માં થયેલ વ્યવહારને 1961નું દર્શાવી “કાયદેસર” બનાવવાનો છળકપટ.
કાયદેસરના તમામ વારસદારોની સહી વગરનો દસ્તાવેજ હોવા છતાં મંજૂરી.
એક જ જમીન માટે બે અલગ તારીખના દસ્તાવેજ સ્ટેમ્પ ડ્યુટીની ગોટાળો થઈ હોવાની શંકા.
નોંધ નં. 2028 રદ્દ હોવા છતાં ત્યાર બાદ ફરી ખેડૂતનો દરજ્જો આપવાનો પ્રયત્ન મોટા ગોટાળાનો સંકેત.
અરજદારોનો આક્ષેપ છે કે તમામ દસ્તાવેજોની તપાસ કરતાં સ્પષ્ટ થાય છે કે બિનખેડુતને ખેડૂતનો દરજ્જો આપી જમીન કબજાવવાની આખી પ્રક્રિયા રેવન્યુ તંત્રના કેટલાક કર્મચારીઓ તથા રસ ધરાવતા લોકોની મળતાવળથી આયોજનપૂર્વક કરવામાં આવી છે.
*અરજદારોની માંગ*
વેંચાણની નોંધ નં. 2028 સહિતની તમામ નોંધો રદબાતલ કરવામાં આવે.
સાચી હકીકત આધારિત રેકર્ડ સુધારી અસલી હકદારનું નામ દાખલ કરાવે.
હાલમાં સોસિયલ મીડિયામાં આ મુદ્દો વાયરલ થતાં વિસ્તારના ખેડૂતો તેમજ સામાન્ય લોકોમાં તંત્રની ભૂમિકા અંગે અનેક સવાલો ઉઠ્યા છે.
હવે જોવાનું રહ્યું કે
તંત્ર નિષ્પક્ષ તપાસ કરી કાર્યવાહી કરે છે કે “આંખ આડા કાન” કરી
ને આખી ફાઈલને દબાવી દે છે?




