ARAVALLIGUJARATMODASA

મોડાસામાં સમાજ સુરક્ષા વિભાગે રોટરી ક્લબ અને લાયન્સ સો. સહયોગથી વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરી 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મોડાસામાં સમાજ સુરક્ષા વિભાગે રોટરી ક્લબ અને લાયન્સ સો. સહયોગથી વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરી

દુનિયામાં અનેક બાળકો ખોડખાંપણ સાથે સાથે જન્મ લેતા હોય છે દિવ્યાંગ વ્યક્તિઓને સમાન તકો પુરી પાડવા તેમજ તેમના અધિકારોનું રક્ષણ કરવા સમગ્ર વિશ્વમાં 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે મોડાસા શહેરમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રોટરી ક્લબ અને લાયન્સ સોસાયટીના સહયોગથી બહેરા-મૂંગા શાળામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં લાયન્સ સોસાયટી સંચાલિત બહેરા-મૂંગા શાળામાં વહિવટી તંત્ર, રોટરી ક્લબ અને લાઇન્સ સોસાયટી દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીમાં દિવ્યાંગોને એસ.ટી.પાસ,પેન્શન લાભ આપવામાં આવ્યા હતા તેમજ ખેલ મહાકુંભ અને અન્ય રમત સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર દિવ્યાંગ રમતવીરોનું સન્માન કરવામાં આવ્યુ હતું યશવંત ભાઈ વ્યાસ પરિવાર દ્વારા શિયાળાની ઠંડીમાં 200 દિવ્યાંગ બાળકોને ગરમ ટોપીનું વિતરણ કર્યું હતું આ કાર્યક્રમમાં રોટરી ક્લબ પ્રમુખ કમલેશ પટેલ,લાયન્સ સોસાયટીના ભાવેશ જયસ્વાલ,જીલ્લા દિવ્યાંગ પ્રમુખ વિનોદ પટેલ તેમજ સમાજ સુરક્ષા અધિકારી કપિલ પટેલ,સંજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!