હાલોલ ટાઉન પોલીસ દ્વારા મોડલ સ્કૂલ ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩.૧૨.૨૦૨૫
પંચમહાલ જિલ્લા પોલીસ ધ્વારા આજે બુધવારના રોજ સાયબર ડે ની ઉજવણી ના ભાગરૂપે સમગ્ર જીલ્લામાં સાયબર અવેરનેસ ક્રાયક્રમો યોજાયા હતા જે અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ દ્વારા પણ સાયબર ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોડલ સ્કૂલ ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિધાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા જ્યારે આ પ્રસંગે હાલોલ ટાઉન પોલીસ મથકના પીએસઆઇ વી.આર.દામા અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અને વિધાર્થીઓને ડિજિટલ દુનિયામાં સાયબર ક્રાઇમ થી બચવા તેમજ સાયબર ક્રાઇમ માં થતા ફ્રોડ વિશે સમજણ આપી તેમજ સુરક્ષિત વિશ્વ માટે વિધાર્થીઓને સજાગ બનાવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ જ્યારે આ સાયબર અવેરનેસ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં મોડલ સ્કૂલ ના વિધાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા.










