BODELICHHOTA UDAIPUR

રજાનગર–વર્ધમાનનગરનો 3 વર્ષથી નારુ ધોવાયું સ્કૂલે જતા બાળકો સહિત લોકો અવરજવરમાં પરેશાન

બોડેલી તાલુકાના ઢોકલીયા વિસ્તારમાં આવેલ રજાનગરથી વર્ધમાન નગરને જોડતું હરખલી કોતરનુ આવેલ નારુ લગભગ ત્રણ વર્ષ પહેલા વરસાદી સીઝનમાં પૂરના કારણે ધોવાઈ ગયુ હતો. સમય પસાર થતો રહ્યો પરંતુ હજુ સુધી આ નાળાને નવું કે કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. જેના કારણે આ વિસ્તારના લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
આ રસ્તા પરથી અવરજવર કરતા શાળાએ નાના વિદ્યાર્થીઓથી લઇને કામકાજ માટે જતા સ્થાનિક લોકો માટે આ નાળું મહત્વનો સંપર્ક માર્ગ હતો. પરંતુ નારુ બંધ પડતા બાળકોને સ્કૂલે પહોંચવા મુશ્કેલી પડી રહી છે, કેટલાંક માતા–પિતા બાળકો દૂરથી ચક્કર મારીને જવા મજબૂર કરવાના બનાવો પણ જોવા મળી રહ્યા છે.
ખાસ કરીને વરસાદી સીઝનમાં તો અહીંથી પસાર થવું જોખમકારક બની જાય છે. નાના નાળા કે રસ્તાઓમાં પાણી ભરાઈ જતાં ઘણી વાર લોકો ફસાઈ જાય છે, તેમજ રસ્તો લસપણો બનતા અકસ્માત સર્જાવાની તથા લોકો ને ગંદકી ફેલાઈ જવાનો ડર સતાવી રહ્યો છે.
સ્થાનિક લોકોએ ઘણા વખતથી આ નાળાની મરામત માટે જવાબદાર વિભાગ પાસે રજૂઆતો કરી છે, છતાં હજુ સુધી કોઈ પગલા લેવામાં નથી આવ્યા. વિસ્તારના નાગરિકો હવે આશા રાખી રહ્યા છે કે સંબંધિત તંત્ર ઝડપથી આ નારુનું સમારકામ કરશે જેથી ફરીથી લોકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે.
 રિપોર્ટર : તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!