AHAVADANG

ડાંગ જિલ્લામાં પ્રાઇવેટ પ્રેકટીશનર્સ ડોકટરો સાથે આરોગ્ય સેવાઓ સુદ્ઢ બનાવવા પરિસંવાદ યોજવામાં આવ્યો..

વાત્સલ્યમ સમાચાર 

    મદન વૈષ્ણવ

*સરકારના આરોગ્યલક્ષી કાર્યક્રમો તેમજ કલીનીકલ એસ્ટાબ્લિશમેન્ટસ અધિનિયમ – ૨૦૧૦ ની કાયદાકિય જોગવાઇઓ બાબતે અવગત કરવામાં આવ્યાં :*

*જિલ્લામાં આરોગ્યલક્ષી પડકારરૂપ પ્રશ્નોની ચર્ચા કરી પ્રાઇવેટ પ્રેકટીશનર્સ ડોકટરોને તેના નિરાકરણ અંગેની માહિતી આપી*

ડાંગ જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાંશુ ગામીતના નેજા હેઠળ આરોગ્ય લક્ષી વિવિધ કાર્યક્રમો અને યોજનાના લાભો જન-જન સુધી પહોંચાડવા તેમજ જિલ્લાની જાહેર જનતાની સુખાકારી માટે જિલ્લામાં આવેલ ખાનગી કલીનીક અને હોસ્પીટલ ઘરાવતા પ્રાઇવેટ પ્રેકટીશનર્સ  ડોકટરો સાથે તારીખ ૨ ડિસેમ્બરના રોજ જિલ્લા પંચાયત, આહવાના સભાખંડમાં એક પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પરિસંવાદમાં ૪૨ થી વઘુ પ્રાઇવેટ પ્રેકટીશનર્સ  ડોકટરસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પરિસંવાદમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આરોગ્ય લક્ષી કાર્યક્રમો જેવા કે,  માતૃ બાળ કલ્યાણ કાર્યક્રમ, રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ, રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ કાર્યક્રમ, રાષ્ટ્રીય ટી.બી. કન્ટ્રોલ પ્રોગ્રામ, સંકલિત રોગ સર્વેલન્સ કાર્યક્રમ, રાષ્ટ્રીય વેકટર જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ, બીન ચેપી રોગો, માનસિક રોગો, નાક, કાન, ગળાના રોગો, કુપોષ્ણ, એન.આર.સી./ સી.એમ.સી. વગેરે કાર્યક્રમોમાં કરેલ કામગીરી,  પ્રાપ્ત કરવાના થતાં લક્ષ્યાંકો તેમજ જિલ્લા આરોગ્યમાં આવેલ આરોગ્યની માળખાકીય ભૌતિક સુવિધાઓ તથા મેનપાવર, આ ઉપરાંત કલીનીકલ એસ્ટાબ્લિશમેન્ટસ અધિનિયમ – ૨૦૧૦ ની કાયદાકિય જોગવાઇઓ બાબતે સૌને અવગત કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને, જિલ્લામાં પડકારરુપ પરિબળો જેવાં કે,  માતા- મરણ અને બાળ મરણમાં  અસરકારક ઘટાડો લાવવા, સગર્ભામાતાની વહેલી નોંઘણી, અતિજોખમી સગર્ભામાતાઓની ઓળખ અને ઇમરજન્સી ગાયનેક સારવાર માટે રેફરલ કરવું,  સંસ્થાકિય ડીલીવરી વધારવી, નોંધાતી તરુણવયની વધુ સગર્ભામાતાઓ (ટીનએઇજ પ્રેગ્નન્સી), એક વર્ષ સુધીના માંદા બાળકો, જન્મ સમયે ઓછા વજનવાળા બાળકો, અતિજોખમી બાળકોને બાળરોગ નિષ્ણાંતની સારવાર માટે રીફર કરવા, કુપોષણ ધરાવતા બાળકોને એન.આર.સી./સી.એમ.ટી. સી.માં દાખલ કરવા વગેરે અવરોધક પરિબળો બાબતે માહિતગાર કરાયાં હતા.

આ અંગે લાભાર્થીઓ/જન સમુદાયને પ્રોત્સાહિત કરી આરોગ્યની સેવાઓને લોક ઉપયોગી બનાવવા અરસ પરસ સહયોગી થઇ આરોગ્ય વિભાગને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.બીનેશ ગામીત, આહવા સિવિલ હોસ્પિટલ અધિક્ષકશ્રી ડો. મીતેશ કુનબી, ડો. ભાવિન પટેલ,  જિલ્લા રોગચાળા અધિકારીશ્રી, ડો. નિલકેતુ પટેલ, તથા પ્રાઇવેટ પ્રેકટીસનર્સ ડોકટર ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!