
વાત્સલ્યમ્ સમાચાર,
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા – કચ્છ.
♿ અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ની ઉજવણી : ૨૫ ટ્રાઇસિકલનું વિતરણ કરાયું
રતાડીયા,તા.૩: સામાજિક સશક્તિકરણની પ્રતિબદ્ધતા સાથે અદાણી ફાઉન્ડેશન મુંદરા દ્વારા શાંતિવિહાર (નાના કપાયા) ખાતે ‘વિશ્વ દિવ્યાંગ દિવસ ૨૦૨૫’ ની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો ઉદ્દેશ દિવ્યાંગોને સમાન તકો પૂરી પાડીને તેમને સમાજની મુખ્યધારામાં લાવવાનો હતો.
આ કાર્યક્રમ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિત શાહના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. શ્રી શાહે આ પ્રસંગે ૭૦ જેટલા ઉપસ્થિત દિવ્યાંગોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે અદાણી ફાઉન્ડેશન તેમના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા માટે હંમેશા તેમની સાથે ઊભું છે.
🤝 યોજનાકીય લાભ અને સાધન સહાય :
મુંદરા તાલુકા હેલ્થ ઓફિસર ડો. યોગેન્દ્ર પ્રસાદ મહતોએ દિવ્યાંગોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અદાણી ફાઉન્ડેશનના કિશોરભાઈએ ‘સ્વાવલંબન પ્રોજેક્ટ’ ની પ્રગતિની માહિતી આપતાં જણાવ્યું હતું કે ફાઉન્ડેશન અત્યાર સુધીમાં ૧૨૦૦થી વધુ દિવ્યાંગોને ૨૫૦૦ જેટલી અલગ-અલગ સરકારી યોજનાઓનો લાભ અપાવવામાં સફળ રહ્યું છે. આ વર્ષે પણ ૨૦૦ દિવ્યાંગોને સરકારી યોજનાઓ સાથે જોડીને ૧૦૦ દિવ્યાંગોને વિવિધ સાધન સહાય પૂરી પાડવામાં આવી છે. વિશેષરૂપે કાર્યક્રમ દરમિયાન અદાણી મુંદરા પેટ્રોકેમિકલના સહયોગથી ૨૫ જરૂરિયાતમંદ દિવ્યાંગોને ટ્રાઇસિકલ અને વ્હીલચેર જેવા ઉપયોગી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
🌟 સ્વાવલંબનનું નવું પગલું :
દિવ્યાંગોના સ્વાવલંબનના દ્રષ્ટિકોણને આગળ વધારતા મુંદરા તાલુકાના રતાડીયા ગામના દિવ્યાંગ ઉદ્યોગ સાહસિક મેઘાભાઈ રબારી (પાબીબેન પેંડા ગૃહ ઉદ્યોગ)ને તેમના ઉદ્યોગ માટે શેડ બનાવી આપવા અર્થે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. કચ્છના કુલ ૭૧ દિવ્યાંગજનોને કેબિન, હાથલારી, સિલાઈ મશીન, ગૃહ ઉદ્યોગ માટેના સાધનો સહિતની સ્વાવલંબન સહાય પૂરી પાડવામાં આવી છે. દિવ્યાંગ મંડળ વતી ભીમજીભાઈ અને દિવ્યાંગ જાગૃતીબેને ફાઉન્ડેશનના કાર્યોની સરાહના કરી હતી.
આ ઉજવણી દિવ્યાંગોના આત્મવિશ્વાસને નવી ઊર્જા પૂરી પાડીને સમાવેશી વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવનારી રહી. અદાણી ફાઉન્ડેશનના આ પ્રયાસો દિવ્યાંગોના જીવનમાં આશા અને ઉન્નતિનો પ્રકાશ ફેલાવશે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




