
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મોડાસા – ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો – હજીરા વિસ્તારમાં એક બંધ ગોડાઉનમાં ચાઇનીઝ દોરી રાખી વેપાર કરતો તારાચંદ પિતામ્બરદાસ શાહ નામનો વેપારી ઝડપાયો
આગામી તહેવાર એટલે કે હવે ઉતરાયણ નો તહેવાર જેમાં પતંગ રસિકો દોરી વડે પતંગ ચગાવતા હોય છે અને ખાસ કરીને ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ મૂકવામાં આવેલ છે છતાં કેટલાક વેપારીઓ ખાનગી રીતે ચાઇનીઝ દોરી વેચાણ અર્થ એ લાવી આ વેપાર કરતા હોય છે ત્યારે મોડાસા શેરમાં ફરી એક વાર ચાઇનીઝ દોરીના મોટા જથ્થા સાથે એક આરોપીને ટાઉન પોલીસે ઝડપી પાડ્યો છે
મોડાસા ટાઉન પોલીસને હજીરા વિસ્તારમાં આવેલ એક બંધ ગોડાઉનમાં દરોડો પાડી ચાઇનીઝ MONO KING GOLD માર્કાવાળી ફીરકીનો મોટા પાયે જથ્થો ઝડપ્યો છે. ગણેશપુર ગામ તરફ જવાના રોડ પર સ્થિત ગોડાઉનમાં રાખેલી કુલ 10 બોક્ષમાંથી 480 ફીરકીઓ, કિંમત અંદાજે રૂ. 2,40,000, જપ્ત કરવામાં આવી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળાને વિસ્તારમાં ચાઇનીઝ દોરીના ગેરકાયદેસર વેપાર અંગે મળેલી ચોક્કસ માહિતીના આધારે ખાસ વોચ રાખવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન અ.હે.કો. સતિશકુમાર દીપસિંહ ને મળેલી બાતમીના આધારે બે પંચોની હાજરીમાં ગોડાઉનની તપાસ હાથ ધરાઈ.
તપાસ દરમિયાન ગોડાઉનમાં ભારે પ્રમાણમાં ચાઇનીઝ ફીરકીઓનો જથ્થો મળી આવતાં પોલીસને મોટી સફળતા મળી છે. દરેક બોક્ષમાં 48 ફીરકીઓ મળી કુલ 480 ફીરકીઓ મળી આવી હતી.પોલીસે સ્થળ પરથી આરોપી તારાચંદભાઇ પિતામ્બરદાસ શાહ (રહે. લક્ષ્મી સોસાયટી, મોડાસા) ને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.સાથે આરોપી પાસેથી જપ્ત મુદ્દામાલમાં ચાઇનીઝ ફીરકીઓ નંગ : 480 જેની અંદાજે કિંમત રૂ. 2,40,000 નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે મોડાસા ટાઉન પોલીસની સમયસર કાર્યવાહીથી તહેવારોને અનુલક્ષીને ચાઇનીઝ દોરીના ગેરકાયદેસર વેપારને લઇ વેપારી માં ફફડાટ જોવા મળે તો નવાઈ નહીં





