જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાં સંસ્કૃત વિભાગ દ્વારા ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરાયું

4 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાં સંસ્કૃત વિભાગ દ્વારા ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરાયું. સવારે 8.30 કલાકે રૂમ.નં-1 માં જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસના સંસ્કૃત વિભાગ દ્વારા ચાલતા પ્રહલાદન સંસ્કૃત સાહિત્ય વર્તુળ અંતર્ગત ડૉ. સુરેખાબેન અને ડૉ. જાનકીબેન દ્વારા ગીતાજયંતી ઉજવણી, સંસ્કૃત સંભાષણ વર્ગનું સમાપન અને સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું ઉદ્ઘાટન આ ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં B.A & M.A ના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમદભગવતગીતાના મહત્વ ઉપર વક્તવ્ય, ગીતાના અધ્યાયનું શ્લોક-પારાયણ વગેરે પ્રવૃત્તિઓમાં 99 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઈનચાર્જ પ્રિ.ડૉ.રાધાબેન દ્વારા અને ડૉ.સોહન ભાઈ દવે દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે ડૉ .જાનકીબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સંસ્કૃત શિક્ષક હરિશ્ચંદ્રભાઇ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. રાજ્યશાસ્ત્ર વિભાગના ડોક્ટર વિજયભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા. સેવક ભાઈઓનો સંપૂર્ણ સાથ સહકાર પ્રાપ્ત થયો. શ્રીમદ્ભગવદગીતા એ ધર્મગ્રંથની સાથે એક શ્રેષ્ઠ જીવન ગ્રંથ છે. સમાજ અને વિદ્યાર્થીઓ સુધી ગીતાનો પ્રચાર પ્રસાર થાય તેવા શુભાશયથી પ્રતિવર્ષ સંસ્કૃત વિભાગ દ્વારા ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે તેમજ સંભાષણ વર્ગ દ્વારા વિદ્યાર્થીઓ સંસ્કૃત બોલતા શીખે તેવા શુભ આશયથી સંસ્કૃત સભાસણ વર્ગનું પણ આયોજન કરવામાં આવે છે.




