BHARUCHBHARUCH CITY / TALUKO
ભરૂચ શહેરના ભારતી રો હાઉસ નજીક એક બનાવ સર્જાયો હતો, જેમાં વીજ તારને અડતા એક મોરનું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી.

સમીર પટેલ, ભરૂચ
મળતી માહિતી મુજબ, ભરૂચ શહેરના હરિયાળાભર્યા વિસ્તારોમાં મોર ફરતા જોવા મળે છે. આજે જે.બી. પાર્ક વિસ્તારમાં આવેલા ભારતી રો હાઉસ નજીક એક મોર ફરી રહ્યો હતો. દરમિયાન તે એક વીજ પોલ પર ચડી ગયો હતો, જ્યાં અકસ્માતે વીજ તારને સ્પર્શતા તેને કરંટ લાગ્યો હતો અને તે પોલ પર જ પડી ગયો હતો.
સ્થાનિક લોકોએ તરત જ ભરૂચ વન વિભાગને ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતા જ રાઉન્ડ ફોરેસ્ટર હેમંત યાદવ ટીમ સાથે સ્થળે પહોંચ્યા હતા. વીજ કંપનીની મદદથી મોરને નીચે ઉતારવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મોરનું મોત નિશ્ચિત થતાં સ્થળ પર જ પંચનામું કરવામાં આવ્યું હતું.
આરએફઓ એમ.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ મોરનું પોસ્ટમોર્ટમ તેમજ નીલકંઠેશ્વર નર્સરી ખાતે વિધિવત અંતિમ વિધિ કરવામાં આવી હતી. વન વિભાગે વધુમાં સમગ્ર ઘટનાની કાર્યવાહી હાથ ધરી છે.



