
વાત્સલ્યમ સમાચાર
ચીખલી નવસારી
નવસારી જીલ્લામાં માર્ગ અને મકાન વિભાગ, ચીખલી પેટા વિભાગ હસ્તક આવેલા વિવિધ માર્ગો પર હાલ કામગીરી પ્રગતિ હેઠળ છે. જાહેર સુરક્ષા અને માર્ગ પર અવરજવર થઈ શકે તે હેતુથી નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, ચીખલી દ્વારા કામગીરી ચાલી રહી છે .
ચીખલી પેટા વિભાગ હેઠળ આવતા સણવલ્લા–ટાંકલ–રાનકુવા–રૂમલા–કરંજવેરી રોડ, ખેરગામ–બહેજ–વડપાડા પાર્ટી રોડ, ખારેલ–ટાંકલ–બોડવાંક–ધોળીકુવા રોડ, તથા ચીખલી–ફડવેલ–ઢોલુમ્બર–ઉમરકુઈ રોડ પર ઝાડ-ઝાંખર દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રસ્તાની ડામર સપાટી તેમજ સાઈડ સોલ્ડરમાં ઊગી નીકળેલા ઝાડ, પાંદડા અને ઘાસ વાહનવ્યવહારમાં અવરોધરૂપને દૂર કરવામાં આવી રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર જનતાને કામગીરી દરમ્યાન સહયોગ કરવાનું જણાવેલ છે .



