GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:ફરિયાદી પોતાનુ કાયદેસરનું લેણું નિઃશંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ જતા રૂપિયા ૯૯,૦૦૦/- ના કેસમાં આરોપીને હાલોલ કોર્ટે નિર્દોષ જાહેર કરી છોડી મૂક્યો 

 

રિપોટર. કાદિર દાઢી.હાલોલ

તા.૫.૧૨.૨૦૨૫

સમગ્ર બનાવ અંગે આ કેસના આરોપી તરફેના વકીલ મુનીશ.એસ.ખત્રી તથા આફતાબ.એમ.બાગવાલા પાસેથી મળતી વિગતો પ્રમાણે હાલોલના રામપુરા, મઠીયાપુરા ખાતે રહેતા કોદરભાઈ છગનભાઈ સલાટ એ ઇલીયાસ મહમદ ઘાંચી વિરૂધ્ધ હાલોલ કોર્ટમા ચેક રિટર્નની ફરીયાદ કરેલ.ફરીયાદ મુજબ ફરીયાદી આરોપીને ઓળખતા હોય આરોપીને અંગત કારણોસર નાણાની જરૂર પડતાં ફરીયાદી પાસેથી ટુંક સમયમાં પરત કરી દેવાના વાયદે શુ. ૯૯,૦૦૦/- હાથ ઉછીનાની માંગણી કરતાં આપેલા અને આરોપીએ ફરીયાદીને ધી હાલોલ અર્બન કો.ઓ.બેંક લી.,હાલોલ શાખાનો તા. ૩૦/૦૪/૨૪ ના રોજનો ચેક નં.૦૯૬૯૧૭ નો ફરીયાદીને ચેક આપેલ અને સદરહુ ચેક ફંડ ઈનસફીસીયન્ટ ફંડના શેરા સાથે તા. ૦૧/૦૫/૨૪ ના રોજ ચુકવણી થયા વગર પરત ફરેલ અને તેના નાણા ફરીયાદીને મળેલા નથી. જેથી ફરીયાદીએ આરોપીને તેમના વકીલ મારફતે રજી.પો.એડી.થી નોટીસ આપી અને ત્યારબાદ મહે.એડીશનલ હાલોલના સીવીલ તથા એડી.જયુ.મેજી.શ્રીની કોર્ટમાં ચેક રિટર્નની અંગે ફરીયાદ નોંધાવેલી હતી.આરોપી તરફે વિધ્વાન વકીલ મુનીશ.એસ.ખત્રી તથા આફતાબ.એમ.બાગવાલા હાજર થયેલ હતા.ત્યારબાદ વકીલ એ.એમ.બાગવાલાનાઓએ ઉલટ તપાસ કરેલ જેમા મહત્વની હકીકત બહાર આવેલ કે, જેમા ફરીયાદી અને આરોપી વચ્ચે બેંક મારફતે કોઈ વ્યવહાર થયેલો નથી કે અન્ય કોઈ ઓન લાઈન માધ્યમથી વ્યવહાર થયેલ નથી તેમ ફરીયાદીએ સ્વીકારેલ છે.ત્યારબાદ આ કામે આરોપી પક્ષે ફરીયાદીના કેસને ખોટો પાડી સત્ય હકીકત નાં કોર્ટ

સમક્ષ લાવવા ફરીયાદીના ગુગલ પે નંબર પર ટ્રાન્સફર કરેલ અલગ તારીખોના અલગ રકમના વ્યવહારો કરેલા તે દર્શાવતી ગુગલ પે ની સ્લીપો રજુ કરવામાં આવેલ. આ ઉપરાંત આરોપી પક્ષે કરેલ ઉલટ તપાસમાં વધુમા સમગ્ર ફરીયાદ હકીકત બાબતે વિધ્વાન વકીલ એ.એમ.બાગવાલા નાઓએ મુખ્યતવે દલીલ કરી જણાવેલ કે,આરોપી નિર્દોષ છે. આરોપીએ તા. ૨૦/૦૬/૨૨ ના રોજ ફરીયાદી પાસેથી રા. ૩૦,૦૦૦/- હાથ ઉછીના લીધેલ અને તેના બદલામાં ટુકડે ટુકડે વ્યાજ સહિત કુલ રૃા. ૪૯,૫૦૦/- ગુગલ પે ના માધ્યમથી ચુકવી આપેલ હોવા છતાં ફરીયાદીએ સીકયુરીટી રૂપે પડી રહેલ ચેકનો દુરુપયોગ કરેલ.જેથી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા વિનંતિ કરેલ અને કેસના સમર્થનમા ના.સુપ્રિમકોર્ટ તથા ના.ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ રજૂ કરેલ જે ધ્યાને લઈ મહે.એડીશનલ હાલોલના સીવીલ તથા એડી.જયુ.મેજી.સાહેબ શ્રી એચ.એચ.વિશ્નોઈ સાહેબનાઓએ આરોપીપક્ષ ની દલીલો ગ્રાહય રાખી અવલોકન કરેલ કે,આરોપી પક્ષે ગુગલ પે નંબર પર ટ્રાન્સફર કરેલ અલગ તારીખોના અલગ રકમના વ્યવહારો કરેલા તેના પરથી પણ આરોપીએ ફરીયાદીને રૂ. ૪૯,૫૦૦/- પરત કરેલાનુ ફલિત થાય છે.ફરીયાદીએ તેમની ફરીયાદમાં આરોપીને જયારે જયારે નાણાની જરુર પડતી ત્યારે ચાની લારી પરથી લઈ જતા હતા તેમ જણાવેલ છે.પરંતુ આરોપીએ બધા પૈસા દર મહીનાની વીસ તારીખની આસપાસ ચુકવેલ છે. જેના

પરથી આરોપીએ ફરીયાદીને હપ્તા ચુકવેલા હોવાનુ ફલિત થાય છે.પરંતુ ફરીયાદી આ વાતનો ઉલટ તપાસમાં ઈન્કાર કરેલ છે.આ તમામ કરેલ ચર્ચા અનુસાર આ કામના ફરીયાદીએ અગાઉથી પડી રહેલ સીકયુરીટી પેટેના ચેકમાં મનફાવે તેવી વિગતો ભરી વધુ વ્યાજ પડાવવાના ઈરાદે ચેક બેંકમાં નાખી તેનો દુરુપયોગ કરેલ છે તે હકીકત નહી માનવા માટે કોઈ કારણ નથી.આમ, આ કામે ફરિયાદી પોતાનુ કાયદેસરનું લેણું નિઃશંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ જતા હોય, આરોપીને ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ગુના સબબ કસૂરવાર ઠરાવી શકાય નહી. જેથી વિવાદીત ચેક લિગલ એન્ફોર્સીએબલ ડેક્ટ માટેનો હોવાની હકિકત નિઃશંક પણે પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયેલ આરોપીને ૯૯,૦૦૦/- ના કેસમા નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.

Back to top button
error: Content is protected !!