વિજાપુર આશ સેકન્ડરી એજ્યુકેશન ટ્રસ્ટ પ્રાથમિક વિભાગ ની શાળા માં વિજ્ઞાન પ્રદર્શન યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આશ સેકન્ડરી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે વૈજ્ઞાનિક પદ્ધતિ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થાય છે. આ અંતર્ગત સતત બે દિવસ સુધી વિદ્યાર્થીઓ દ્વારા મહેનત કરી તૈયાર કરવામાં આવેલી સોલર પદ્ધતિ, બેટરી રીચાર્જ સિસ્ટમ તથા અન્ય વૈજ્ઞાનિક મોડેલ્સનું ભવ્ય પ્રદર્શન શાળામાં મુકાયું હતું. પ્રદર્શન નિહાળવા માટે મોટી સંખ્યામાં વાલીઓ, આમંત્રિતો તેમજ ટ્રસ્ટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાઆશ સેકન્ડરી સ્કૂલના પ્રાથમિક વિભાગ–1માં યોજાયેલા આ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન આચાર્યશ્રી હિરલબેન એન. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કુલ 200 જેટલા વિદ્યાર્થીઓએ મહેનતપૂર્વક આશરે 100થી વધુ કૃતિઓ તૈયાર કરી હતી. જેમાં મલ્ટી સોર્સ એનર્જી હાર્વેસ્ટર, સ્માર્ટ ડસ્ટબિન, ચંદ્રયાન–3, કાર્બન પ્યુરીફાયર, સ્માર્ટ સિટી, એસિડ વર્ષા, વોટર ટર્બાઇન, વોટર ડિસ્પેન્સર, રેઇન ડિટેક્ટર, લેઝર ડિફેન્સ સિસ્ટમ, બ્લાઇન્ડ પિપલ સ્માર્ટ ક્લાસ જેવી નવીન કૃતિઓનો સમાવેશ થયો હતો.તે ઉપરાંત પાણીનું શુદ્ધિકરણ મોડેલ, ગોબર ગેસ પ્લાન્ટ, 3D હોલોગ્રામ, ARO વોટર પ્લાન્ટ, હાઇડ્રોલિક બ્રિજ, ઇલેક્ટ્રીક વોટર સિસ્ટમ, જલચક્ર, હૃદયનું પરિવહન, ભૂકંપ સંબંધી માહિતી દર્શાવતું મોડેલ, હાઇડ્રોલિક JCB, ફિલ્ટર મશીન તથા ગાણિતિક ક્રિયાઓ જેવા આકર્ષક પ્રોજેક્ટ પણ પ્રદર્શનના મુખ્ય આકર્ષણ રહ્યા હતા. ટ્રસ્ટી અશોકભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ વિદ્યાર્થીઓના ઉમદા પ્રયાસોની પ્રશંસા કરતાં તેમને ભવિષ્યમાં પણ નવીનતા તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.