
તા.૦૫.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકાના માંડલી ગામમાં MGVCL ની ગંભીર બેદરકારીના કારણે 4 વ્યક્તિઓનો આબાદ બચાવ
એમજીવીસીએલ ની ગંભીર બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો.MGVCL ના કોન્ટ્રાક્ટરે અધુરી કામગીરી છોડી કાપેલા વાયરો આડેધડ મૂકી દેતા કરંટ લાગ્યો.સંજેલીના માંડલીમાં એમજીવીસીએલની ઘોર બેદરકારીના સામે આવી બાળકો અને 1 મહિલા સહીત 4 વ્યક્તિઓનો આબાદ બચાવ અને 1 વ્યક્તિને ગંભીર કરંટ લાગતા સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવતા વ્યક્તિની હાલત ગંભીર હોવાના કારણે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા માહિતી.માંડલી ગામના રાવત સુરેશભાઈ માનસિંગભાઈ ઉંમર 35 કાવડાના મુવાડાના વ્યક્તિ સવારના સાત વાગ્યાના અરસામાં ઘરના આંગણામાં એમ.જી.વી.સી.એલ ના કાપી નાખેલા વાયર માંથી વ્યક્તિને કરંટ લાગતા દોડધામ મચી જવા પામી.તાત્કાલિક 108 બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું આ બાબતે MGVCL ના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા પંચ કેસ કરી ઝીણવટ રીતે તપાસ ચાલુ કરી હતી




