GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ “તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ” કાર્યક્રમ ૨૩ ડિસેમ્બરે યોજાશે

તા.૫/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૩-૧૨-૨૦૨૫ (મંગળવાર) ના રોજ સંબંધકર્તા મામલતદાર કચેરી ખાતે યોજાશે. આ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં અરજદારોએ સંબંધકર્તા મામલતદારશ્રીને તા. ૧૦-૧૨-૨૦૨૫ સુધીમાં મોકલી આપવાના રહેશે.

આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજૂ કરવાના રહેશે નહિ. પ્રથમ વાર અરજી કરતા હોય તેવા પ્રશ્ન રજુ કરવા નહિ. આ માટે એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે ‘‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે તેમ જનસંપર્ક અધિકારી, જિલ્લા કલેકટર કચેરી, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!