થરામાં બાબા આંબેડકર ના ૬૯ માં નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.ઓ
થરામાં બાબા આંબેડકર ના ૬૯ માં નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.ઓ

થરામાં બાબા આંબેડકર ના ૬૯ માં નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.ઓ
ગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી રામદેવ પીર મંદિર પરિસરમાં સંતશ્રી ખેમદાસ વિરદાસ સાધુની પાવન નિશ્રામાં થરા સ્ટેટમાજી રાજવી એવમ થરા નગર પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને સંચાલક સંતગુરૂ રવિદાસ વિશ્વ મહાપીઠનારાષ્ટ્રીય પ્રવક્તા પ્રવિણભાઈ પરમાર, પરમાર માવાભાઈ રૂપાભાઈ, કોર્પોરેટર રઘુભાઈ મકવાણા, બાબુભાઈ દેસાઈ,ભુપતજી ગોહિલ,સામાજિક કાર્યકર રામજીભાઈ પરમાર ભાવનગર, કિશનભાઈ શ્રીમાળી, કલાભાઈ પરમાર વડા,મુકેશભાઈ વકીલ, ખેમાભાઈ પરમાર,જેઠાભાઈ શ્રીમાળીની ઉપસ્થિતિમા ડૉ. બાબા સાહેબ આંબેડકરના ૬૯ માં નિર્વાણ દિન નિમિતે ૬ ઠ્ઠી ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો. પૃથ્વીરાજસિંહે જણાવ્યું હતું કે સામાજિક સમરસતાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપનાર પ્રખર વિદ્વાન, ભારતીય બંધારણના શિલ્પી ‘ભારત રત્ન’ ડૉ.બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસે વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમને કરેલ બંધારણને અનુસરવા જણાવ્યું હતું. બંધારણના માધ્યમથી તેમણે દરેક નાગરિકને ગરિમા સાથે જીવવાનો અધિકાર અપાવ્યો. સામાજિક ન્યાય અને સમાનતા માટે તેમનો સંઘર્ષ અમૂલ્ય છે. તેમણે આપેલ “શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો”નો સંદેશ આજે પણ એક સશક્ત અને સમરસ સમાજના નિર્માણ માટે માર્ગદર્શક છે.સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન સંતગુરૂ રવિદાસ વિશ્વ મહાપીઠનારાષ્ટ્રીય પ્રવક્તા પરમાર પ્રવિણભાઈ મઘાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.ત્યારે શંકરભાઈ પરમાર, ચમનભાઈ વાલ્મિકી, મંગળભાઈ વાલ્મિકી, રમેશભાઈ કંબોયા સહીત દલિત સમાજના ભાઈઓ સાથે રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦





