GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર કરવામાં આવેલ હુમલા મુદ્દે કેજરીવાલજી પ્રેસ કોન્ફરન્સ કરશે: અજિત લોખીલ AAP

તા.૬/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

એક બાજુ ગુજરાતમાં જંગલરાજ જેવી સ્થિતિ છે, બીજી બાજુ ભાજપ સરકાર વિરોધ પક્ષનો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે: અજિત લોખીલ AAP

ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર થયેલો હુમલો દર્શાવે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે: અજિત લોખીલ AAP

Rajkot: AAPના સંયોજક અરવિંદ કેજરીવાલજી આવતીકાલે ગુજરાત પધારી રહ્યા છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલે એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે. ડ્રગ્સ માફિયાઓ અને દારૂ માફિયાઓ ગુજરાતમાં બેફામ છે. સાથે સાથે અવારનવાર સાંભળવા મળી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હત્યાઓ થઈ રહી છે, જેના કારણે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં જંગલરાજ આવી ગયું છે. બીજી બાજુ ભાજપ સરકાર વિરોધ પક્ષને ખતમ કરવા માટે અને અને જે લોકો અવાજ ઉઠાવે છે એમના અવાજને દબાવવા માટે પ્રયત્ન કરી રહી છે. હડદડમાં ખેડૂતો પર લાઠીચાર્જ થયો અને ખેડૂતોને જેલમાં પૂરી દેવામાં આવ્યા, બીજી બાજુ ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર હુમલો થયો. આ દેખાડી રહ્યું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે. સાથે સાથે અમને એવું પણ લાગી રહ્યું છે કે ગુજરાતમાં અઘોષિત ગુલામીની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે.

AAP નેતા અજીત લોખીલે વધુમાં જણાવ્યું હતું કે, બીજી બાજુ ગુજરાતના લોકો એક આશા અને ઉમ્મીદની નજરે આમ આદમી પાર્ટી તરફ જોઈ રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છીએ. આવતીકાલે 7 તારીખે સાંજે 7 વાગે અરવિંદ કેજરીવાલજી રાજકોટ પધારશે. ત્યારબાદ જે ખેડૂતો પર દમન થયું છે અને જે ખેડૂતોને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે, એ ખેડૂત પરિવારોની મુલાકાત લેશે. ત્યારબાદ ભાજપ દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાનો અવાજ દબાઈ જવા માટે જે હુમલો કરવામાં આવ્યો છે, તે મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અરવિંદ કેજરીવાલજી પોતાનું નિવેદન આપશે. ત્યારબાદ ગુજરાત સરકારની નીતિઓથી કંટાળીને અને અવારનવાર પાક નિષ્ફળ જવાથી દેવાના બોજ તળે દબાયેલ એક ખેડૂત આત્મહત્યા કરી છે, તેમના પરિવારની મુલાકાતે અરવિંદ કેજરીવાલજી જશે અને મૃતક ખેડૂતના પરિવારને સંવેદના પાઠવશે અને તેમના દુઃખમાં સહભાગી બનશે.

Back to top button
error: Content is protected !!