
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગ્રીડ થી સ્વામી વિવેકાનંદ સર્કલ સુધીની રેલીમાં ઊર્જા બચતનો સંદેશ વ્યાપક રીતે પ્રસાર કરવામાં આવ્યો
તા:૦૬) ઉર્જા સંરક્ષણ મહિનો – ડિસેમ્બર અંતર્ગત આજે નવસારી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન અને આગેવાની હેઠળ “વીજળી બચાવો – ઊર્જા સંરક્ષણ બચાવો” થીમ પર જનજાગૃતિ રેલી યોજાઈ હતી . આ રેલી ગ્રીડથી પ્રસ્થાન કરી જુનાથાણા સ્વામી વિવેકાનંદ સર્કલ પર ઉત્સાહભેર પૂર્ણ થઈ હતી.
આ ઉર્જા જનજાગૃતિ રેલીમાં જેટકો અને ડી.જી.વી.સી.એલ ના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા વિભાગોના કર્મચારીઓ જોડાયા હતા. રેલીમાં લોકોને વીજળી બચત અને ઊર્જા સંરક્ષણ સંબંધિત મહત્ત્વપૂર્ણ સંદેશો આપવામાં આવ્યા હતા. રેલી દરમિયાન “વીજળી બચાવો – ઊર્જા સંરક્ષણ”, “ઉપયોગ કરો સમજપૂર્વક, બચત કરો જવાબદારીથી” જેવા પ્લે કાર્ડ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી આ ઉર્જા રેલીનો મુખ્ય હેતુ ઘરેલું, ઔદ્યોગિક અને સરકારી સ્તરે વીજળીના વપરાશમાં સમજદારી લાવવા અને અતિરિક્ત વપરાશને અટકાવવા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવાનો હતો. ઉર્જા સંરક્ષણ માત્ર આજની જરૂરિયાત જ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓને સચવાયેલા સ્ત્રોત પહોંચાડવાની જવાબદારી પણ છે – તે સંદેશ આ રેલી દ્વારા અસરકારક રીતે આપવામાં આવ્યો હતો .આ કાર્યક્રમ જેટકો તથા ડી.જી.વી.સી.એલ દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું. બંને સંસ્થાઓ દ્વારા વીજ બચતને પ્રોત્સાહન આપવા વિવિધ માર્ગદર્શિકાઓ અને અભિયાનોની માહિતી પણ રેલી દરમિયાન લોકો સુધી પહોંચાડવામાં આવી.આ જનજાગૃતિ રેલી દ્વારા ઊર્જા સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને સમાજને વધુ જવાબદાર બને તે માટેનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.





