GUJARATKUTCHMUNDRA

મુંદરામાં ૧૩ વર્ષ બાદ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા.નું ભવ્ય સામૈયું: જૈન સંઘમાં અનેરો ઉત્સાહ!

વાત્સલ્યમ્ સમાચાર, મુંદરા-કચ્છ.

 

મુંદરામાં ૧૩ વર્ષ બાદ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા.નું ભવ્ય સામૈયું: જૈન સંઘમાં અનેરો ઉત્સાહ!

મુંદરા, તા. 6 : અંજાર ખાતે ઐતિહાસિક ચાતુર્માસ પૂર્ણ કર્યા બાદ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજા આદિઠાણા તારીખ ૮ ડિસેમ્બરના રોજ મુંદરા ખાતે પધારી રહ્યા છે. મુંદરામાં શ્રી તપગચ્છ જૈન સંઘના ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે તેમનું સવારે વાજતે-ગાજતે ભવ્ય સામૈયું કરવામાં આવશે. આ પાવન અવસરને લઈને સમસ્ત મુંદરા જૈન સંઘમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

તપગચ્છ જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે અંદાજિત ૧૩ વર્ષ પહેલાં આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજાનું ચાતુર્માસ મુંદરામાં ભારે ઠાઠમાઠથી ઉજવાયો હતો. તે સમયે પ્રવચનમાં આરાધના ભવનમાં પણ ‘હાઉસફુલ’ના પાટિયા જોવા મળતા હતા અને જૈન ઉપરાંત જૈનેતર સમાજે પણ મહારાજ સાહેબના પ્રવચનનો ભારે ઉમળકાભેર લાભ લીધો હતો.

વધુમાં, કચ્છના પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર ખાતે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં અઠ્ઠમ તપની તપસ્યા તારીખ ૧૩, ૧૪ અને ૧૫ ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. લાભાર્થી પરિવાર માતૃશ્રી મંજુલાબેન રસિકલાલ શાહ પરિવાર (પંચાસર) વાળાએ તમામ ભાવિકોને બહોળી સંખ્યામાં આ અઠ્ઠમ તપની તપસ્યામાં જોડાઈ ધર્મલાભ લેવા જણાવ્યું છે.

આ અંગેની વિગતો મુંદરાથી જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાની યાદીમાં જણાવાયું છે.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!