WAKANER:મુસ્લિમ સમાજમાં ફુઝુલ ખર્ચ લગ્ન પ્રસંગે બંધ કરવા સમાજ ચિંતકો સમક્ષ અપીલ

WAKANER:મુસ્લિમ સમાજમાં ફુઝુલ ખર્ચ લગ્ન પ્રસંગે બંધ કરવા સમાજ ચિંતકો સમક્ષ અપીલ
આરીફ દિવાન વાંકાનેર – શિક્ષણ ક્ષેત્રે દીન દુનિયાવી તાલીમ તરફ મુસ્લિમ સમાજ દિન પ્રતિ દિન એક્ટિવ થઈ રહ્યું છે ત્યારે મુસ્લિમ સમાજમાં કુળ રિવાજો અને કુળ ટેવ વ્યસન મુક્ત બને તે પણ આજના સમયમાં જરૂરી બન્યું છે જે લગ્ન પ્રસંગમાં ખાટા ફિઝુલ ખર્ચા દેખાદેખીમાં સમાજમાં એક સમથીંગ ઈગો એક્ટિવ થયો છે તે આવનાર પેઢી માટે સમાજમાં ઈસ્લામી તોર તરીકા દિન દુનિયાવી શૈક્ષણિક ક્ષેત્રે લગ્ન પ્રસંગમાં પણ એક્ટિવ થાય તે જરૂરી બન્યું છે તાજેતરમાં ઘાટવડ ઘાંચી મુસ્લિમ સમાજ દ્વારા તાજેતરમાં ફુલેકા સહિત 12 જેટલા ખોટા ફુજુલ ખર્ચ પર પ્રતિબંધ મૂકી સમાજ દ્વારા મોટી રકમ દંડ પેટે ચૂકવવાનું આદેશ સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે જેનો અમલ કરવા સમાજના લોકો ની સહમતિ ના સમાચારો અખબારોમાં બન્યા છે ત્યારે તે સર્વે મુસ્લિમ સમાજે દરેક શહેર જિલ્લામાં લગ્ન પ્રસંગે ડીજે ઢોલ ત્રાંસા ફટાકડા ફોડી ખોટા ખર્ચા કરી દેખાદેખી માં સમાજ ના વ્યક્તિઓને કરજદાર કરી ઉંછીઉધારા કરી ખોટા દેખાવ કરવામાં આવે છે તે ઇસ્લામિક શરિયત બહાર મુસ્લિમ સમાજના લોકો ગુમરાહ થઈ રહ્યા છે ત્યારે દરેક સમાજના અગ્રણીઓ આગેવાનોએ સમાજમાં પરિસ્થિતિને પારખી સમાજ ચિંતન કાર્યનું સ્થાન સાથે ઈસ્લામી સરીયત અનુસાર મુસ્લિમ સમાજના લોકો લગ્ન પ્રસંગમાં ખોટા ફીઝુલ ખર્ચ મુક્ત બને તે દિશામાં સમાજના આગેવાનો એ નિર્ણય લાવો જરૂરી બન્યો છે દેખાદેખી ના દોર માં પહેલી કહેવત અનુસાર જેવડી સોળ એવડી પછેડી અનુસાર લગ્ન પ્રસંગ કરવા જોઈએ અને દારૂ જુગાર તમાકુ ગુટકા વ્યસન મુક્ત આવનાર પેઢી બને તેવી દિશામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનોએ સમાજ ચિંતન કાર્યમાં મહેનત કરવાની જરૂરિયાત હાલની સ્થિતિમાં જન્મી છે







