JUNAGADH CITY / TALUKO

જૂનાગઢમાં અજાકસ ટ્રસ્ટ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભવ્ય શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

મધુરમ વિસ્તારના રાજ રત્ન ભવન ખાતે હજારો ભીમ અનુયાયીઓ ઉમટી પડ્યા: મોબાઈલ ફ્લેશ લાઈટ અને વિડિઓ ક્લિપ નિહાળી વાતાવરણ ભાવવિભોર બન્યું

મધુરમ વિસ્તારના રાજ રત્ન ભવન ખાતે હજારો ભીમ અનુયાયીઓ ઉમટી પડ્યા: મોબાઈલ ફ્લેશ લાઈટ અને વિડિઓ ક્લિપ નિહાળી વાતાવરણ ભાવવિભોર બન્યું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શહેરના મધુરમ વિસ્તારમાં અજાકસ ટ્રસ્ટ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા અને બોધિસત્વ ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે વિશેષ શ્રદ્ધા સુમન અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભીમ અનુયાયીઓ ઉમટી પડતા કાર્યક્રમ સ્થળ રાજ રત્ન ભવન ખીચોખીચ ભરાઈ ગયું હતું.
કાર્યક્રમની શરૂઆત જુદી-જુદી સોસાયટીના આગેવાનો અને શિક્ષિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પવા માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ તકે એક અદભુત દ્રશ્ય સર્જાયું હતું, જ્યારે હોલમાં ઉપસ્થિત હજારો લોકોએ એકી સાથે પોતાના મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરીને બાબા સાહેબને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ મંત્રમુગ્ધ બની ગયું હતું.
કાર્યક્રમ દરમિયાન ડો. બાબાસાહેબ આંબેડકરની સ્મશાન યાત્રાની દુર્લભ ઓરિઝનલ વિડિઓ ક્લિપ મોટી સ્ક્રીન પર દર્શાવવામાં આવી હતી. આ ઐતિહાસિક ક્ષણો નિહાળીને ઉપસ્થિત જનમેદની અત્યંત ભાવવિભોર થઈ ગઈ હતી અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ શ્રદ્ધાંજલિ સભામાં મગનભાઈ સોંદરવા, કાળુભાઈ મારું, મધુકાંત વાઢેર તથા કવિ નિલેશ કાથડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રાસંગિક પ્રવચનમાં બાબા સાહેબના જીવન અને વિચારો પર પ્રકાશ પાડ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ચંદુભાઈ ધાંધલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ એમ.સી.પરમાર દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!