GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ની સેવા પ્રવૃત્તિ અંતર્ગત મીટીંગ મળી!!!

 

WAKANER:વાંકાનેર મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ની સેવા પ્રવૃત્તિ અંતર્ગત મીટીંગ મળી!!!

 

 

“‘શિયાળાની ઋતુમાં જરૂરિયાત મંદને ગરમ ધાબળા વિતરણ અને રખડતા પશુઓને રેડિયમ લગાડવાનું કાર્ય નક્કી કરાયું ટૂંક સમયમાં કાર્યક્રમ યોજાશે”‘

વાંકાનેર ખાતે મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિ પરિસ્થિતિને ધ્યાન રાખી પશુ પક્ષી માનવસેવા કાર્ય ને પ્રધાન્ય આપવાની સખી દાતાઓના સહયોગથી વિવિધ સેવા કાર્યમાં સમૂહ લગ્ન મહોત્સવ સર્વ રોગ નિદાન કેમ્પ બ્લડ કેમ્પ સહિત ની વિવિધ સેવાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે તાજેતરમાં ઠંડીની ઋતુમાં જરૂરિયાત મંદને ગરમ ધાબળા વિતરણ કાર્યક્રમ નું કાર્ય તેમજ રાત્રિના સમયે પશુ રોડ રસ્તા પર અકસ્માતના સર્જાય તે માટે પશુઓના ડોકમાં રેડિયમ પટ્ટી નું આયોજન સૌપ્રથમ વાંકાનેર થી શરૂઆત કરવામાં આવી રહી છે જેમાં તાજેતરમાં જ મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સ્થાને જહાંગીરશા બાપુ તારીખ 7 12 – 2025 ના રોજ સેવા કાર્ય અંતર્ગત મિટિંગ મળેલ હતી જેમાં હાલ પરિસ્થિતિને ધ્યાન રાખી જરૂરિયાત મંદને ગરમ ધાબળા અને રખડતા પશુઓને રેડિયમ ની પટ્ટી લગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે આ મિટિંગમાં સંસ્થાના પ્રમુખ જહાંગીર બાપુ અને ઉપપ્રમુખ યાસીન શાહમદાર અને સંસ્થાના મંત્રી આરીફ દિવાન સહિતના કાર્યકરો હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં વાંકાનેરમાં મુખ્ય માર્ગો અને રેલવે સ્ટેશન બસ સ્ટેશન સરકારી હોસ્પિટલ સહિતના નેશનલ હાઇવે પર રાત્રિના સમયે કમિટીના કાર્યકરો દાબડા વિતરણ અને પશુઓને રેડિયમ પટ્ટીનું કાર્ય સેવાલક્ષી હેતુથી કરવામાં આવ્યું છે જેમાં આવનાર સમયમાં ગરમ થાબડા વિતરણ અને પશુને રેડિયમ પટ્ટી લગાડવાનું કામ કરી રાત્રિના સમયે અકસ્માત જનક ઘટનાઓ ના સર્જાય તેવા પ્રયાસો ના ભાગરૂપે સૌ પ્રથમ વખત આ કાર્ય ની શરૂઆત હાથ ધરવામાં આવી છે જે મિટિંગમાં ઉપસ્થિત રહેલા તમામ કાર્યકરો તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Back to top button
error: Content is protected !!