DEDIAPADAGUJARATNARMADA

દેડીયાપાડાના ખેડૂત મુકેશભાઈ વસાવાનો પ્રાકૃતિક ખેતીનો અનોખો અભિગમ

દેડીયાપાડાના ખેડૂત મુકેશભાઈ વસાવાનો પ્રાકૃતિક ખેતીનો અનોખો અભિગ

તાહિર મેમણ – ડેડીયાપાડા – 08/12/2025 – નર્મદા જિલ્લો મુખ્યત્વે કૃષિ આધારિત છે, અહીંનુ મોટા ભાગની ખેતી ચોમાસા પર આધારિત છે. . આવા સમયે દેડીયાપાડા તાલુકાના સોલિયા ગામના પ્રગતિશીલ ખેડૂત મુકેશભાઈ વસાવા પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.

 

મુકેશભાઈ વસાવાએ દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી, હાલોલ ખાતે વિશેષ તાલીમ મેળવી હતી. ત્યારબાદ તેમને નર્મદા જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા માસ્ટર ટ્રેનર તરીકે નિમણૂંક આપવામાં આવી હતી.

 

માસ્ટર ટ્રેનર તરીકે તેઓઓ નર્મદા જિલ્લાના પાંચ તાલુકાઓ સાગબારા, દેડીયાપાડા, તિલકવાડા, ગુરુડેશ્વર અને નાંદોદમાં નિયમિત તાલીમ વર્ગો લે છે. દરેક તાલીમ વર્ગમાં 30 ખેડૂતોને તાલીમ આપી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારી રહ્યા છે.

 

સોલિયા ગામે આવેલા તેમના મોડેલ ફાર્મની મુલાકાત કરતા ખેડૂતોને તેઓ જીવામૃત–ઘનજીવામૃત બનાવવાની રીત, વર્મીકમ્પોસ્ટ યુનિટ, પ્રાકૃતિક જીવાણુનાશક દવાઓ બનાવવાની પ્રેક્ટિકલ માર્ગદર્શન, ગૌમૂત્ર આધારિત દ્રાવણોનો કૃષિમાં ઉપયોગ અંગે જાણકારી આપે છે. આ મુલાકાત ખેડૂતોને પ્રયોગાત્મક, ઉપયોગી અને ગણતરીસર ફાયદાકારક સાબિત થાય છે.

 

દેડીયાપાડા તાલુકાના બેબાર ગામના પ્રગતિશીલ ખેડૂત મુકેશભાઈ વસાવા જેવા અનેક ખેડુતો આજે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. તેઓ પોતાના ક્ષેત્રમાં જીવન્ત મોડેલ ફાર્મ બની અન્ય ખેડુતોને માર્ગદર્શન આપી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!