GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કડદા પ્રથા વિરુદ્ધ આંદોલન બાદ જેલવાસ ભોગવી રહેલા AAP નેતાઓના પરિવાર સાથે અરવિંદ કેજરીવાલે કરી મુલાકાત

તા.૮/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર AAP નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ, રાજુ બોરખતરીયા, રમેશ મેર, પિયુષ પરમાર, મહેશ કોટડીયાના પરિવાર સાથે અરવિંદ કેજરીવાલે કરી મુલાકાત

પુરી તાકાત લગાવીને જેલમાં બંધ તમામ ખેડૂતો તથા AAP આગેવાનોને છોડાવવામાં આવશે અને તમામ કેસો દૂર થાય એના માટે પુરા પ્રયત્ન કરવામાં આવશે : અરવિંદ કેજરીવાલ

જેલવાસ ભોગવી રહેલા નેતાઓ સાથે આખી આમ આદમી પાર્ટી ઉભી છે : અરવિંદ કેજરીવાલની ખાતરી

Rajkot: બોટાદ માર્કેટ યાર્ડમાં કડદાની પ્રથાના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો હેરાન થઈ રહ્યા હતા અને તેમનું શોષણ થઇ રહ્યું હતું. આ સમસ્યા મુદ્દે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ આંદોલન ચલાવ્યું અને ત્યારબાદ ખેડૂતોની માંગ માનવાની જગ્યાએ ભાજપ સરકારે હડદડ ગામમાં ખેડૂતો પર બેરહમીથી લાઠીચાર્જ કર્યો અને અત્યાચાર કર્યો.

ત્યારબાદ AAP નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ, રાજુ બોરખતરીયા, રમેશ મહેર, પિયુષ પરમાર, મહેશ કોટારીયા સહિત અનેક આમ આદમી પાર્ટીના આગેવાનો અને ખેડૂતોને જેલમાં મોકલવામાં આવ્યા. હજુ પણ આમ આદમી પાર્ટીના આ તમામ આગેવાનો જેલમાં છે. આજે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ રાજુ કરપડા, પ્રવીણ રામ, રાજુ બોરખતરીયા, રમેશ મેર, પિયુષ પરમાર, મહેશ કોટડીયાના પરિવાર સાથે મુલાકાત કરી હતી.

રાજકોટ ખાતે આજે અરવિંદ કેજરીવાલજીએ આ તમામ ક્રાંતિકારી આમ આદમી પાર્ટીના નેતાઓના પરિવાર સાથે મુલાકાત કરીને તેમની હિંમત આપી હતી અને ખાતરી પણ આપી હતી કે સમગ્ર આમ આદમી પાર્ટી આ તમામ નેતાઓ સાથે ઉભી છે અને પૂરી તાકાત લગાવીને જેલમાં બંધ તમામ AAP આગેવાનો તથા ખેડૂતોને છોડાવવામાં આવશે અને તમામ કેસો દૂર થાય એના માટે પુરા પ્રયત્ન કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!