ટાટા કેમીકલ::::આમ જોઇએ તો બધુંજ OK,પણ ફરીયાદો ખૂબ…!!

પ્રદૂષણ નિયંત્રણ અને SDMની સંયુકત કવાયત-મીઠાપુર વગેરે લગત ગામોથી નમુના લેવાયા
જામનગર (ભરત ભોગાયતા)
દેવભૂમિ દ્વારકામાં આવેલી આઠ દાયકા જુની ટાટા કેમીકલ્સ લીમીટેડમાં આમવતો બધુ કહે છે કે બરાબર છે પરંતુ ફરીયાદો પણ બહુ ઉઠે છે …..!! માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ SDM વગેરેની સંયુક્ત કવાયત આજે થઇ અને પાણીના હવાના વગેરે નમુના લેવાયા છે માટે જોઇએ કે હવે શું પૃથ્થકરણ આવે છે.
ઓખામંડળની ટાટા કેમીકલ ત્રીસ વરસ પહેલા સુધી ખુબ ધમધમતી કંપની હતી અને સમગ્ર પંથકમાં કોઇ કંપનીમા નોકરીકરતા હોય તો ગૌરવ લેવાતુ કે કંપનીમાં છે સમગ્ર ઓખા મંડળના વેપારધંધા પણ ધમદફમતા હતા કેમકે પહેલી તારીખે પગાર થાય માટે ખાસ બજારો પણ મહિનાના પ્રથમ સપ્તાહમા લાગતી હતી ઉપરાંત ટાટા હોસ્પીટલ મીઠાપુર પણ પંથકમાં આશીર્વાદરૂપ હતી .તેમાંય ડો.ગોરડીયા સાહેબ એટલે માનવતાની મુર્તિ.
પરંતુ પીવાના પાણી શૌચાલય માર્ગો સફાઇ વગેરે સુવુધા લગત સુરજકરાડી આરંભડા ભીમરાણા ઉદ્યોગનગર વગેરે સહિત દસેક ગામમા ખાસ નહતી હા,ટાટા કેમીકલ ની પોતાની ટાઉનશીપ હતી બજારો હતી પીવાના પાણીની સુંદર વ્વસ્થા વગેરે તો ત્યારથી હતુ અને બજાર પણ સારી હતીલોકો કહેતા ટાઉનમાં જવુ છે. …..વગેરે વળી મજાની વાત એ છે કે ઓફીસરો ટેકનીકલ સ્ટાફ વગેરે તો ઠીક ડ્રાયવરના પણ એ પંથકમાં માભો પડતો ….કાં તો કે કંપનીમાં છે. કંપનીના અમુક અધીકારીઓને જવા આવવાની ખાસ સુવિધા એવી એમ્બેસેડર કાર નીકળે તો પણ લોકો જોતા કે મોટા સાયબ જાય છે…..
છેલ્લા પચીસ ત્રીસ વરસથી આ ટાટા કેમીકલ ઉત્પાદન અને સુવિધાના બદલે રીટાયરમેન્ટ આપવા નવી ખાસ ભરતી ન કરવી કોન્ટ્રાક્ટબેઇઝ ભરતી કરવી ને કામ આપવા અને પ્રદુષણ વગેરે બાબતે ખૂબ જ ચર્ચામાં છે તેમાંય છેલ્લા દસ વરસથી તો ખુબજ ઓડીયો વીડીયો બહાર પડવા રજુઆતો વગેરદ વધ્યા છે અને ક્પનીનુ પ્રભુત્વ ઘટ્યુ છે .હવે ટ્રકોથી ઉડતી ધુળો તુટતા રોડ વધતા અકસ્માત તેમજ ઇજાઓ નુકસાની અને ઘટતો સ્ટાફ અને મેનેજ કરવાનુ મર્યાદીત થવુ વગેરે બાબતો વદફુ હાઇલાઇટસ થાય છે
એ પંથકના દેવરામભાઇ નામના જાગૃત નાગરીક ઘનબા વરસથી આ ફેક્ટરીના પ્રદુષણ મામલે ખૂબ રજુઆત ધરણા આત્મવિલોપન ચીમકી બદફુ જકરીને લડત આપે છે.
છેલ્લે ગાંધીનગર પર્યાવરણ ભવન સંકુલ સામે ધરણા પર બેસી ને આત્મવિલોપન ચીમકી આપીને ટાટા કેમીકલ્સના કદડા રસાયણો કચરા રસાયણયુક્ત અને ધગધગતા પાણી ખેતરો માર્ગો દરીયામા વગેરે સ્થળે સોથ વાળી રહ્યાની તેમની રજુઆત છે અને આક્ષેપ પણ છે કે કંપની પંથકમાં ખૂબ નુકસાન કરે છે ખૂબ પ્રદુષણ ફેલાવે છે પરંતુ કોઇ કન્ટ્રાક્ટ કોઇ નોકરી કોઇ આર્થીક સહાય વગેરેથી બધુ મેનેજ કરી ને રજુઆતોના અવાજ બંધ કરાવી દે છે …..!!!!
દરમ્યાન તેમની રજુઆત સંદર્ભે જુદં જુદા વિભાગોની સંયુક્ત તપાસ કરાવવામાં આવી છે
તે અંતર્ગત જામનગર સ્થિત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રીજનલ ઓફીસર જી.બી.ભટ્ટે જણાવ્યુ છે કે આજે સોમવારે રેવન્યુ,પંચાયત,ફોરેસ્ટ,પ્રદૂષણ નિયંત્રણ વગેરે વિભાગોની સંયુક્ત તપાસ થઇ છે તેમજ પાણીના અને હવાના તેમજ વેસ્ટ છોડાય છે ત્યાના નમુના લઇ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે અને આમ તો પર્યાવરણ ક્લીયરન્સ કંપની પાસે છે તેમજ વેસ્ટ પ્રવાહી વગેરે નોમ્સ મુજબની ચેનલ દ્વારા છોડે છે છતાય જરૂરી તપાસ કરી છે
________________
રીગાર્ડઝ
ભરત જી.ભોગાયતા
B.sc.,L.L.B.,d.n.y.(GAU)
journalism (hindi)
પર્સોનલ મેનેજમેન્ટ (ડો.રાજેન્દ્રપ્રસાદ યુનિ.)
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
જામનગર
8758659878
bhogayatabharat@gmail.com






