યુવાનોને કારકીર્દી ઘડતરમા પ્રોત્સાહન આપતુ આયોજન

*સિપાઈ સમાજ ટ્રસ્ટ-ગુજરાત દ્રારા સિપાઈ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા યુવાઓને સન્માનિત કરવાનો રાજ્ય કક્ષાનો ૭ (સાત)મો સન્માન સમારોહ જામનગર ખાતે યોજાયો…..*
જામનગર (ભરત ભોગાયતા)
ગત તા.૨૩-૧૧-૨૦૨૫, રવિવારના રોજ બપોરે ૧-૦૦ થી સાંજના ૫-૦૦ વાગ્યા સુધી એમ. પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ, જામનગર ખાતે સિપાઈ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, તાજેતરમાં સરકારી નોકરી પ્રાપ્ત કરેલા યુવક/યુવતીઓ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જીલ્લા કે રાજ્ય કક્ષાએ એક થી ત્રણ નંબર રેન્ક પ્રાપ્ત કરેલા હોય તેવા ખેલાડીઓ વિગેરેનું સિપાઈ સમાજ ટ્રસ્ટ – ગુજરાત દ્રારા રાજ્ય કક્ષાના સાતમા સન્માન સમારોહમાં સન્માન કરવામાં આવેલ હતું.
સિપાઈ સમાજ ટ્રસ્ટ – ગુજરાત દ્રારા ૨૦૧૭ થી લઈ દર વરસે સૌરાષ્ટ્રના અલગ-અલગ જીલ્લાઓમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવા, રાજ્ય સ્તરના સન્માન સમારોહનું આયોજન કરે છે. આ વરસે આ આયોજન જામનગર ખાતે કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહના આયોજન માટે સિપાઈ સમાજ ટ્રસ્ટના અલગ અલગ શહેર અને ગામેથી પધારતા કાર્યકરો તા. ૨૨-૧૧-૨૫ શનિવારથી જ જામનગરમાં પધારી કાર્યક્રમની તૈયારીમાં લાગી ગયા હતા.
સિપાઈ સમાજ ટ્રસ્ટ આયોજિત સન્માન સમારોહ – ૭ (સાત) ની શરૂઆત ઉપલેટાના સિપાઈ સમાજ ટ્રસ્ટના કારોબારી સભ્ય અને સહખજાનચી જનાબ સાદિકભાઈ બેલીમ દ્રારા તિલાવતે કુરઆન એ પાકથી કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ મહેમાનોનું સ્વાગત સિપાઈ સમાજ ટ્રસ્ટ- ગુજરાતના કાર્યકરો દ્વારા ફુલહારથી કરવામાં આવ્યું હતું.
સિપાઈ સમાજ ટ્રસ્ટના કારોબારી સભ્ય અને સલાહકાર એવા જામનગરના રહીશ જનાબ હાજી મહમદરફીક કેશરભાઈ સમા દ્રારા સન્માન સમારોહમાં આવેલા મહેમાનો, દાતાઓ, કારોબારી સભ્યો, કાર્યકરો, વિદ્યાર્થીઓ અને વાલીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
સન્માન સમારોહ માટે જ ખાસ અમરેલીથી પધારેલા સામાજીક કાર્યકર જનાબ દિલસાદભાઈ શેખ દ્રારા વિદ્યાર્થીઓને એજ્યુકેશનની માહિતી આપી હતી. સાથે સાથે સમગ્ર મુસ્લિમ સમાજને ગૌરવ લેવા જેવી બાબત વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે “વિશ્વમા પ્રથમ યુનિવર્સિટી મુસ્લિમો દ્રારા બારમી – તેરમી સદીમાં સ્થાપવામાં આવેલ હતી.” સિપાઈ સમાજ ટ્રસ્ટ- ગુજરાત દ્વારા જે શૈક્ષણિક કાર્યો થયા છે, તેને લેખક તરીકે સહાનુભૂતિભર્યા શબ્દોમાં બિરદાવ્યા હતા.
તાલાલાગીર, રમળેચી ગામેથી પધારેલા તેમજ બે વખત રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત તેમજ ૪૫૦ થી વધુ એવોર્ડ્સનો રેકોર્ડ ધરાવનાર જનાબ ગફારભાઈ કુરેશીએ પોતાની બાગાયતી ખેતી બાબતની ટુંકી માહિતી આપી હતી. તેમણે પોતે સિપાઈ હોવાનું ગૌરવ છે. તેમ જણાવેલ અને સાથે સાથે સિપાઈ સમાજ ટ્રસ્ટ- ગુજરાત દ્વારા સમાજની જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ઉપરાંત વિધવા બહેનો, નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગ લોકોને સહાય, જેવા નેક કાર્યો કરતી સિપાઈ સમાજની ગુજરાત કક્ષાની એકમાત્ર સંસ્થાના તમામ સભ્યોને અને પુરી ટીમને દુઆઓ સાથે બિરદાવી, સમાજ માટે આવું નેક કાર્ય કરતી સંસ્થાને પોતાના લાગણીભર્યા શબ્દોથી પ્રોત્સાહિત કરી હતી…
સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતના ટ્રસ્ટી અને કુતિયાણાના રહીશ જનાબ ફકરુદિનભાઈ કુરેશીએ વિદ્યાર્થીઓને વિવિધ ઉદાહરણો સાથે શિક્ષણલક્ષી મોટિવેશન પુરુ પાડ્યું હતું.
સિપાઈ સમાજ ટ્રસ્ટ – ગુજરાતના ટ્રસ્ટી અને જામનગરના રહીશ જનાબ ઈનાયતભાઈ રાઠોડ દ્વારા સૌપ્રથમ સિપાઈ સમાજ ટ્રસ્ટ- ગુજરાતનો આભાર માનેલો કે સંસ્થાએ આ કાર્યક્રમ જામનગરમાં પ્રથમ વખત ગોઠવ્યો. સિપાઈ સમાજ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે સાથે તેમણે પોતાના આગવા અંદાજમાં જણાવ્યુ હતું કે “સિપાઈ પેદા થાય છે, સિપાઈ બનાતું નથી”.
સંસ્થાના ઉપપ્રમુખ અને રાજકોટના રહીશ જનાબ મુશર્રફભાઈ મોગલ દ્વારા આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થીઓ, અને વાલીઓને સિપાઈ સમાજ ટ્રસ્ટ-ગુજરાતની વિવિધ પ્રવૃતિઓથી માહિતગાર કર્યા હતા. તેમણે સંસ્થાની માહિતી આપતા ખાસ જણાવેલ કે, સિપાઈ સમાજ ટ્રસ્ટ- ગુજરાતની સ્થાપના મથી અત્યાર સુધીમાં ૧,૨૫,૦૦,૦૦૦/-₹ એક કરોડ પચ્ચીસ લાખથી વધુ રૂપિયા સમાજના યતીમ ત્યકતા અને જરૂરતમંદ વિધાર્થીઓને સ્કોલરશીપ રૂપે ચેક દ્રારા વિધાર્થીઓના જ બેંક એકાઉન્ટમાં આપવામાં આવેલ છે. તેમજ ૨૫,૦૦,૦૦૦/- ₹ પચ્ચીસ લાખથી વધુ રકમ વિધવા બહેનો, નિરાધાર વૃધ્ધો તથા દિવ્યાંગ વ્યક્તિઓને સીધા જ બેંક ખાતામાં આપવામાં આવ્યા છે તેમજ વધુ પડતી ફી અને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સોશ્યલ મીડિયા મારફત ૨૦,૦૦,૦૦૦/- ₹ વીસ લાખથી વધુ રકમ ક્રાઉડ ફંડિગ (સિપાઈ સમાજના લોકોને જાહેર અપીલ)થી ડાયરેક્ટ વિધાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યાનું જણાવી સંસ્થાની વિવિધ પ્રવૃતિઓની માહિતી આપી હતી.
સિપાઈ સમાજ ટ્રસ્ટ – ગુજરાતના પ્રમુખ અને પોરબંદરના રહીશ જનાબ ડૉ. અવેશભાઈ ચૌહાણ દ્વારા સંસ્થાની વિવિધ યોજનાઓ અને પ્રવૃત્તિઓની માહિતીઓ આપી હતી સાથે સમાજને ભારપૂર્વક જણાવ્યું કે, સિપાઈ સમાજ ટ્રસ્ટના સ્કોલરશીપ કે અન્ય ફોર્મ સંસ્થાના સરનામે જ મોકલવા અથવા સિપાઈ સમાજ ટ્રસ્ટ સાથે જોડાયેલા સંસ્થાના સ્થાનિક કાર્યકરને જ આપવા આગ્રહપૂર્વક અપીલ કરીને જણાવેલ કે અન્ય કોઈ ત્રાહિત લોકોને આપવા નહીં.
વિદ્યાર્થીઓમાંથી ધો. ૧૧ માં અભ્યાસ કરતા રાજકોટના રહીશ અર્શ પરવેજભાઈ ખોખર દ્વારા વ્યક્તવ્ય આપવામાં આવ્યુ હતું. સિપાઇ સમાજ ટ્રસ્ટના તમામ નેક કાર્યોનો સૌને લાભ લેવા અને સાથ સહકાર આપવાની અપીલ કરતા સન્માન સમારોહ જેવા પ્રોગ્રામ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
સન્માન સમારોહ કાર્યક્રમની આભાર વિધી સંસ્થાના કારોબારી સભ્ય અને જામનગરના રહીશ રોઝી સ્કુલના પ્રિન્સીપાલ જનાબ રિયાઝભાઈ શેખ દ્રારા કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અઝીઝભાઈ ચૌહાણ, ડૉ. તૌસીફખાન પઠાણ, એમ. એ. મલેક, મોહસીનખાન પઠાણ, ફકરુદિનભાઈ કુરેશી તથા ઇમરાનખાન પઠાણ દ્વારા કરવામાં આવેલ હતું.
સમગ્ર કાર્યક્રમનું ફેસબુકનું લાઇવ પ્રસારણ સિપાઈ સમાજ ટ્રસ્ટ- ગુજરાતની સોશ્યલ મીડિયા ટીમ યુસુફખાન પઠાણ (ભાવનગર), અશરફભાઈ મીરાસૈયદ (વીંછિયા), લતીફભાઈ કુરેશી (જૈનાબાદ), અબ્દુલભાઈ કુરેશી (અમરેલી), તોફીકભાઇ મોગલ (લાઠી) ની દેખરેખ હેઠળ કરવામાં આવેલ હતું.
સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્રારા આ કાર્યક્રમમાં ૫ (પાંચ) સરકારી નોકરીયાત, બે દિવ્યાંગ વિદ્યાર્થી, ૬ સ્પોર્ટ્સ તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સહિત કુલ ૨૧૭ યુવાઓનું સન્માન કરવામાં આવેલ હતું. બધાને સર્ટિફિકેટ, સ્પેશિયલ ગીફ્ટ સહિત અભ્યાસ મુજબ મોમેન્ટો વિગેરે આપવામાં આવ્યા હતા.
આ સન્માન સમારોહમાં સિપાઈ સમાજ ટ્રસ્ટ- ગુજરાત સંસ્થાના આમંત્રણને માન આપી જામનગરના રહીશ સંસ્થાના દાતા હાજી ઈકબાલભાઈ રાઠોડ, બે વખત રાષ્ટ્રપતિ પદક મેળવેલ સિપાઈ સમાજના દાતા જનાબ હાજી ગફારભાઈ કુરેશી -રમરેચી -તલાળા, હાજી બરકતભાઈ શેખ સ્થાપક ટ્રસ્ટી અખીલ ગુજરાત સિપાઈ સમાજ (રાજકોટ), હાજી રફીકભાઈ મલેક – રિટાયર્ડ ચીફ ઓફિસર સુપ્રિટેન્ડેન્ટ રેલ્વે (ભાવનગર), હાજી મનુભાઈ ખોખર – પ્રમુખ ઉમરાળા સિપાઈ જમાત (ઉમરાળા), રફિકભાઈ ઉસ્માનભાઈ ખોખર – પ્રમુખ ગઢડા સિપાઈ જમાત (ગઢડા), વકિલ ગુલાબભાઈ હાજી ભીખુભાઈ મકવાણા – પ્રમુખ સુરેન્દ્રનગર શહેર સુન્ની મુસ્લિમ સિપાઈ જમાત (સુરેન્દ્રનગર), માહિરભાઈ સુમરા- પ્રમુખ વડીયા સિપાઈ જમાત (વડીયા), આસીફભાઈ ખોખર – પ્રમુખ ઉપલેટા સમસ્ત સિપાઈ જમાત (ઉપલેટા), હાજી ફિરોઝભાઈ રાઠોડ – પ્રમુખ, નાયક સિપાઈ જમાત – છાયા પોરબંદર, હુસેનભાઇ શેખ -પ્રમુખ, વજીર ચકલા સિપાઈ જમાત (જામનગર) નજીરભાઈ ચૌહાણ – પ્રમુખ ધોળા જંકસન સિપાઈ સમાજ (ધોળા જંકશન), અબ્દુલરશીદભાઈ હાજીસુલતાનભાઈ ખોખર – રિટાયર્ડ GMDC (ભાવનગર), જહાંગીરભાઈ ચૌહાણ – રિટાયર્ડ GETCO (સુરેન્દ્રનગર), હાજી યુનુસભાઈ કાજી – ખજાનચી સુરેન્દ્રનગર શહેર સિપાઈ જમાત (સુરેન્દ્રનગર), લિયાકતભાઈ સુમરા (ધાંગધ્રા), મુસ્તુફાભાઈ સોલંકી – દાતા (ધોળા જંકશન), નાસીરભાઈ ખોખર – (સુરેન્દ્રનગર), અબ્બાસભાઈ ખોખર – પ્રમુખ સિપાઈ યંગ ગ્રુપ (ગારીયાધાર), અલ્તાફભાઈ ખોખર – ડેપ્યુટી એન્જિનિયર જેટકો (સુરેન્દ્રનગર), ઈરફાનભાઈ નાયક- નિવૃત શિક્ષક -છાયા પોરબંદર, વકીલ શાહબુદ્દીનખાન એસ. શેખ (નિવૃત્ત પીએસઆઇ, જામનગર), નૌશાદભાઈ બેલીમ (લીંબડી), હાજી મામદભાઈ કાસમભાઈ શેખ (નિવૃત્ત, સેન્ટ્રલ બેંક, જામનગર), દિલસાદભાઈ શેખ – અગ્રણી સામાજીક કાર્યકર -અમરેલી, હાજી મહંમદ જાફરભાઈ કુરેશી – જુનાગઢ, એડવોકેટ ઝાકીરભાઈ કોરેજા (જામનગર), મુસ્તુફાભાઈ ખુરેશી- પત્રકાર (જામનગર), ડૉ. વસિમભાઈ અલ્વારે (જામનગર), ડૉ. ખાલીદભાઈ કુરેશી (જામનગર), ડૉ. ઈમ્તિયાજભાઈ પઠાણ (જામનગર), ડૉ. રફિકભાઈ મારડીયા (જામનગર-મુળ સાવરકુંડલા), દાતા ખલીલઅહેમદખાન ઈબ્રાહિમખાન મોગલ (નિવૃત્ત જેટકો, જામનગર), જામનગર ગુજરાતી બારીગર સિપાઈ જમાતના હોદ્દેદારો આરીફભાઈ ફરાસ, સજજાદભાઈ કુરેશી, જીલાનીભાઈ કાજી, રફિકભાઈ મલેક સહિતના આગેવાનો, જુમ્મા મસ્જિદ હાઈસ્કૂલના પ્રિન્સીપાલ અને દાતા જનાબ હાજી મહેમુદખાન પઠાણ (જામનગર), એજાજભાઈ સમા – દાતા (ગોંડલ), રહિમભાઈ શેખ (ઉપલેટા), યાસીનભાઈ જુણેજા તથા મહેબુબભાઈ સિપાઈ (ખેરવા-જતના તા.દસાડા), ઈમ્તિયાઝભાઈ શેખ, (પોસ્ટ વિભાગ, જામનગર) ઈમ્તિયાઝખાન પઠાણ – એકઝીક્યુટીવ એન્જીનીયર, નેશનલ હાઇવે (જામનગર), ગુલામ અહેમદભાઈ છોટુભાઈ બેલીમ – GETCO (બોટાદ), નૌશાદભાઈ ખોખર (કુતિયાણા), ઈકબાલભાઈ શેખ -રિટાયર્ડ BSNL ઓફીસર (રાજકોટ), ઈનાયતખાન પઠાણ – પત્રકાર (જામનગર), હાજી બસીરભાઈ શેખ (જામનગર), મુસ્તુફાખાન પઠાણ- પ્રોફેસર (લાલપુર, જામનગર), અલ્તાફભાઈ શેખ, નિશાંતભાઈ હાજી કરીમભાઈ ચૌહાણ દાતા (જામનગર), હાજી રફિકભાઈ કરીમભાઈ મલેક – પ્રમુખ, સેતા મસ્જીદ ટ્રસ્ટ તથા દાતા સિપાઈ સમાજ ટ્રસ્ટ (જામનગર), સરફરાઝભાઈ બેલીમ (રાજકોટ) સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે ભાવનગરના SST ના દાતા એવા રમજાનભાઈ સૈયદ (કાંકરીવાળા) દ્વારા કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી..
કાર્યકમને સફળ બનાવવા માટે સિપાઈ સમાજ ટ્રસ્ટ- ગુજરાતના ડૉ.અવેશ ચૌહાણ (પોરબંદર), ઈમરાનખાન પઠાણ (વીંછિયા), અઝીઝભાઈ ચૌહાણ (મોડાસા/શિહોર), આસિફભાઈ સિપાઈ (રાજકોટ/ધોરાજી), ફકરુદિનભાઈ કુરેશી (કુતિયાણા), યુસુફખાન પઠાણ (ભાવનગર), મોહસીનખાન પઠાણ (ચોટીલા), મુશર્રફભાઈ મોગલ (રાજકોટ), હાજી જહાંગીરખાન પઠાણ (સુરત), અબ્દુલભાઈ કુરેશી (અમરેલી), અશરફભાઈ મીરાસૈયદ (વીંછિયા), પરવેઝખાન પઠાણ (વલ્લભીપૂર), શબ્બીરખાન પઠાણ (બોટાદ/ચુડા), અમીરખાન પઠાણ (ચોટીલા), લતીફભાઈ કુરેશી (ઝૈનાબાદ), તોફિકભાઈ મોગલ (લાઠી), રીઝવાનભાઈ કુરેશી, હાજી મનુભાઈ ખોખર (ઉમરાળા), રફીકભાઈ ખોખર (ગઢડા), મોઈનભાઈ ઠીમ (લીમડી), ઈમરાનખાન પઠાણ (બાબરા), એમ એ મલેકસર (સિદ્ધપુર), ઉસ્માનભાઈ મકવાણા (અમરેલી), વાહિદભાઈ કુરેશી (જેતપુર), રૂસ્લેવખાન પઠાણ (RPF ધોળા/ભાવનગર), એડવોકેટ ગુલાબભાઈ મકવાણા (સુરેન્દ્રનગર), ઝાકીરહુસૈનભાઈ કુરેશી (છાયા પોરબંદર), રીઝવાનભાઈ રાઠોડ (પોરબંદર), અયુબખાન શેરવાની (પોરબંદર), સફીભાઈ બેલીમ (પોરબંદર), અનીસખાન પઠાણ (પોરબંદર), હાજી અબ્દુલકાદરભાઈ ભટ્ટી (પોરબંદર), ગુલામહુસૈનભાઈ નાયક (પોરબંદર), ઈસ્માઈલખાન શેરવાની (પોરબંદર), અબ્દુલ કાદિર જાફરભાઈ કુરેશી (જૂનાગઢ), વસીમભાઈ બેલીમ (ધોળકા), માહિરભાઈ ખોખર (ઉમરાળા), મોહમદ અયાઝ ખોખર (ઉમરાળા), રાજનભાઈ નાયક (સુરેન્દ્રનગર), તન્જીલભાઈ ચૌહાણ (અમરેલી), સાહિલભાઈ સોલંકી (સુરેન્દ્રનગર), સાદિકભાઈ બેલીમ (ઉપલેટા), ફિરોઝભાઈ કુરેશી (સુરત), ઈમરાનભાઈ ખોખર (વાંકાનેર), એ. એસ. ખોખર (ભાવનગર), ઈમરાનભાઈ શેખ (ગારિયાધાર), રાહીલભાઈ નાયક (સુરેન્દ્રનગર), સોલંકી અલ્વી સાહીલભાઇ (સુરેન્દ્રનગર) મોઈનખાન પઠાણ (ચોટીલા), હાજી મોહમદઝાફર કુરેશી (જૂનાગઢ), અબ્દુલ કાદર કુરેશી (જૂનાગઢ), હનીફભાઈ મોગલ (રાજકોટ), આસિફભાઈ બેલીમ (રાજકોટ), ઈનાયતભાઈ રાઠોડ (જામનગર), હાજી મહમદરફીક કે. સમા (જામનગર), ડૉ. તૌસીફખાન પઠાણ (જામનગર), રિયાઝભાઈ શેખ (જામનગર), મોઈઝભાઈ રાઠોડ (જામનગર) સહિતના લોકોએ ખુબજ મહેનત કરી હતી.
સન્માન સમારોહના બે દિવસ દરમિયાન તા. ૨૨-૧૧-૨૫ સાંજે તથા રવિવારે બપોરે સાતસોથી વધુ માણસોનું જમવાનું બનાવવાની તથા પિરસવાની જવાબદારી CHK GROUP- ચિશ્તીયા હુસૈની કમેટી જામનગરના યુવાનોએ સંભાળી હતી.
આગલા દિવસે આવેલા મહેમાનો તથા કારોબારી સભ્યોના રાત્રિ જમણવારનો ખર્ચ સિપાઈ સમાજ ટ્રસ્ટ – ગુજરાતના ટ્રસ્ટી જનાબ ઈનાયતભાઈ રાઠોડ તરફથી આપવામાં આવ્યો હતો તેમજ રવિવારે સવારે ટાઉનહોલ પર ચા અને નાસ્તાનો તમામ ખર્ચ જામનગરના રહીશ સિપાઈ સમાજ ટ્રસ્ટ- ગુજરાતના કારોબારી સભ્ય અને સલાહકાર જનાબ હાજી મહમદરફીક કેશરભાઈ સમા તરફથી આપેલ હતો.
સિપાઈ સમાજ ટ્રસ્ટ તરફથી આપવામાં આવતી તમામ મોમેન્ટો અને શિલ્ડ દર વરસની જેમ આ વખતે પણ ટ્રસ્ટી ઈનાયતભાઈ રાઠોડ દ્વારા તેમના ખર્ચે આપવામાં આવ્યા હતા.
ઉપરોક્ત માહિતી સિપાઈ સમાજ ટ્રસ્ટના પ્રવક્તા દ્રારા આપવામાં આવી છે.






