કાર્યક્રમના વક્તા તરીકે શ્રીમતી હેત્વીબેન પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાના ભય અને તાણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના શિક્ષક શ્રી ઉમેશભાઈ આહિરે કાર્યક્રમની પૂર્વભૂમિકા આપી અને હેત્વીબેન પટેલનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. હેત્વીબેન પટેલે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે પરીક્ષા એક સામાન્ય પ્રક્રિયા છે જેમાં ગભરાવાની જરૂર નથી, પરંતુ યોગ્ય આયોજન, સમયનું સંચાલન અને સતત મહેનતથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે. પરીક્ષા દરમિયાન થતી માનસિક અસ્વસ્થતા અને ભયને કેવી રીતે કાબૂમાં રાખવો તેની પણ અસરકારક સમજ આપી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ કારકિર્દી અને ભવિષ્ય અંગેના તેમના મૂંઝવતા પ્રશ્નો રજૂ કર્યા હતા, જેને હેત્વીબેન પટેલે સરળ ભાષામાં માર્ગદર્શન આપી નિવારણ કર્યું હતું.શાળામાં યોજાયેલ આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસમાં વધારો થયો હોવાનું જણાયું છે કાર્યક્રમ ના સુંદર આયોજન બદલ શાળાના આચાર્યશ્રી દર્શનકુમાર દેસાઈએ સૌને અભિનંદન પાઠવ્યા હતા