
તા.૦૯.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના મહુડી ગામે ઢેફાતલાઈ ફળિયાની આંગણવાડી બિલ્ડીંગનું બિલ ન ચૂકવતા આંગણવાડીને ખંભાતી તાળા
ઝાલોદ તાલુકાના મહુડી ગામે ઢેફાતલાઈ ફળિયાની આંગણવાડી બિલ્ડીંગનું બિલ ન ચૂકવતા આંગણવાડીને ખંભાતી તાળા મારવામાં આવ્યા જયારે મહુડી ગ્રામ પંચાયત દ્વારા સબ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવેલું હતું જેમાં વારંવાર સરપંચ અને આઈસીડીએસ અધિકારી અને ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીને પણ વારંવાર આંગણવાડીના બિલ માટે રજૂઆત કરવામાં આવેલી હતી જે બિલ આપવામાં ન આવતા સબ કોન્ટ્રાક્ટર દ્વારા આંગણવાડીને તાળું મારી અને બંધ કરેલ હતી ગામની આસપાસના લોકોને જાણ થતા લોકો ભેગા થઈ ગયા હતા જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા તાળું મારવામાં આવતા આંગણવાડી વર્કર અને તેડાઘર દ્વારા તેઓના ઉપલા અધિકારી ને જાણ કરવામાં આવેલ હતી જેઓ દ્વારા પોલીસને જાણ કરી હતી જેમાં ઘટના સ્થળે પોલીસ પણ આવી પહોંચી હતી





