DHROLGUJARATJAMJODHPURJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVAD

અધીકારોના ધાડા ઉતર્યા બાદ મીઠાપુરની કં.સામે પગલા શું લેવાશે??

ઓખામંડળ માટે મહત્વની  ગણાતી  કેમીકલ્સ ફેક્ટરીનું દુષણ અને પ્રદુષણ વધ્યુ?? કે શું??

જામનગર (ભરત ભોગાયતા)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મીઠાપુર સ્થિત ટાટા કેમીકલ્સ લીમીટેડ મા તારીખ આઠ ડીસેમ્બરના તપાસ કરવા અધીકારીઓના ધાડા ઉતર્યા બાદ પગલા શું લેવાશે? તે સમગ્ર પંથકમાથી ઉઠતો કોમન સવાલ છે

કેમકે  હવા પાણી જમીન વગેરેના નમુનાના  પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રીપોર્ટ  આવતા  કદાચ વાર લાગે પરંતુ નજરે જોયેલી અને દેખાયેલી સ્થિતિ જેમકે ખેતરોમાં આવતા કેનાલ જેવા પાણીના નિકાલ જે કદાચ  ધગધગતુ  બ્રોમિન હોય ઠેર ઠેર ડમરી ઉડાડતી કોલસી કે સિમેન્ટ કે અન્ય રજ કે ભુક્કી જેના થર વાહનો જમીનો ખેતર પર દેખાય વળી ઘણી જમીનોના પણ દબાણ હોય તેમજ દરીયાઇ ખાડી જ્યા પાસે જેલીફીશ વગેરે દરીયાઇ જીવો શોભાયમાન છે ત્યા જે વેસ્ટના કદડા ઠલવાય છે રસ્તાઓ પણ ઓવરલોડ ટ્રકોથી તુટતા હોય ભીમગજા ને મીઠાખરી તળાવના પાણી ગેરકાયદેસર લેવાયા હોય પંથકના જન આરોગ્ય અંગે ઘણી ખરાબ સ્થિતિ હોય ઓખામંડળનો બાજરો વખણાય છે તો તેના ખેતરોની હાલત બગડી હોય, અનેક રસાયણીક કે બિનરાસાયણીક ધુળ જેવા કદાવર ઢગલા ઠેર ઠેર હોય કોઇ વેસ્ટ પાવડર જેવા જંગી ઢગલા જહોય કોલસીના તો જાણે જમીન વાળીલીધી હોય તેવા આકારના મીની માઉન્ટ જેવા ગંજ હોય અને પવન સાથે નિયમીત આ બધામાંથી ઉડતી રજ જોવા મળતી હોય, જનરલ જન સુવિધાઓના અભાવ હોય ……….અને બીજુ ઘણુ બધુ હોય તેમાં  લેબ રીપોર્ટની જરૂર ન હોય જો આવુ બધુ હોય તો  ખુલ્લી નજરે જ દેખાય અને વરસોથી બધા જ જુએ પણ છે તો પછી એ બધી બાબતે કંઇ પગલા લેવાશે કે વરસોથી ચાલે છે તેમજ ચાલશે?? અને અમુક કટાક્ષ કરતા હોય તેમ વાસ્તવિક ચિત્ર  પ્રથમ નજરે  બિહામણુ હોય પરંતુ મીઠામહેલમાં જતા તે ચિત્ર બદલી જાય છે કેમ?? વગેરે સવાલ જનરલી પબ્લીક પાસેથી જાણવા મળ્યા છે.

 

@@@@@ઉપરાંત વધુમા ઓખામંડળમાંથી અનેક લોકો પાસેથી જ  વધુ સચોટ મુદાસર જે  વાતો  જાણવા મળી છે તે વિસ્તૃત રીતે   નીચે મુજબ છે………

દેવભૂમિ દ્વારકાનાં મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સ લિમિટેડ નામની કંપની વર્ષોથી કાર્યરત છે.
આ કંપની સોડા, મીઠું અને સિમેન્ટ નું ઉત્પાદન કરે છે. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અનેક પ્રકારનો ઝેરી કચરો બહાર નીકળતો હોય છે. ઘન અને પ્રવાહી ઝેરી કચરાનો નિકાલ સમુદ્રમાં કરવામાં આવે છે.
વર્ષોથી ચાલતી આ પ્રક્રિયાથી મીઠાપુર ની આસપાસના ગામો અને સમુદ્ર ઉપરાંત ગ્રામ્ય કક્ષાના ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં વિવિધ પ્રકારના પ્રદૂષણથી માનવ જીવ, પશુ, પક્ષી, જંગલ અને ખેતી ઉપરાંત સમુદ્રી જીવ સૃષ્ટિને પારાવાર નુકસાની થયેલ અંગે વર્ષોથી અનેક લોકોએ ફરિયાદો કરેલ છે.
આ ફરિયાદીઓ પૈકીનાં દેવરામ વાલા ચારણ ની ફરિયાદનાં અનુસંધાને દ્વારકા પ્રાંત અધિકારી અમોલ આવટે ની અધ્યક્ષતામાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ફિસરીજ અધિકારી, ખેતીવાડી અધિકારી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં પ્રાદેશિક અધિકારી,સંબંધિત તલાટી વગેરે ટાટા કેમિકલ્સ મીઠાપુર ખાતે ફરિયાદીને સાથે રાખીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
આ મુલાકાત સમયે ટાટા કેમિકેલ્સ નાં ઉચ્ચ અધિકારીઓ સાથે રહ્યા હતા.
દેવરામ વાલા ચારણ અને અન્ય ફરિયાદીઓ ની ફરિયાદ છે કે ટાટા કેમિકલ્સ ફેક્ટરી તેના ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઝેરી રજકણો બહાર કાઢે છે જેથી કરીને સુરજ કરાડીના ઉદ્યોગ નગર દેવપરા અને આસપાસના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ થાય છે.
ફરિયાદીઓ ની એવી ફરિયાદ છે કે ટાટા કેમિકલ્સ વર્ષોથી સોલિડ કેમિકલ વેસ્ટ અને લિક્વિડ કેમિકલ વેસ્ટ નું પાડલી પાસેનાં દરિયામાં નિકાલ કરતી હોય ત્યારે અહીં મોટા મોટા ડુંગરો સોલિડ વેસ્ટ કેમિકલનાં ખડકેલા છે જેથી આસપાસના ગ્રામ્ય કક્ષાનાં ખેતરો ની જમીન બંજર થઈ ગઈ છે.
જંગલો નાશ પામ્યા છે. સમુદ્ર કિનારે થતા ચેરના હજારો વૃક્ષો નાશ પામ્યા છે. મીઠાપુરના આસપાસના સૂરજકરાળી,આરંભડા ભીમરાણા જેવા ગામોના તળાવો ટાટા કેમિકલ્સના પ્રદૂષણથી ઝેરી પાણીથી ભરેલા છે.
આ ઉપરાંત ટાટા કેમિકલ્સ ના પ્રદૂષણ ના ઢગલા ના હિસાબે વરસાદ સમયે પ્રદૂષિત વરસાદી પાણી આસપાસના વિસ્તારમાં જતું હોય જમીનના જળ તલ ખારા થઈ ગયા છે.
સૌથી અગત્યની વાત કરીએ તો ટાટા કેમિકલ્સ નું જે પ્રવાહી કેમિકલ વેસ્ટ સમુદ્રમાં જતું હોય ત્યારે સમુદ્રનો ઘણો બધો ભાગ પ્રદૂષિત થતા મરીન લાઈફ એટલે કે સમુદ્રી જીવસૃષ્ટિ ને ખૂબ જ મોટી હાનિ પહોંચી છે.
બેટ અને આરંભડા ના સ્થાનિક નાના માછીમારો ની રોજી રોટી છીનવાઈ ગઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી જે વિસ્તારમાં મોટા પ્રમાણમાં માછલીઓ રહેતી હતી તે હવે ત્યાં જોવા મળતી નથી એટલે સેકડો કુટુંબોનું રોજીરોટી આ ટાટા કેમિકલ્સ ના પ્રદૂષણ ના હિસાબે બંધ થઈ ગઈ છે તેવો સ્થાનિક માછીમારોનું આક્ષેપ છે.
ટાટા કેમિકલ્સના આ પ્રદૂષણના લીધે પાંચ કિલોમીટર સુધીનો દરિયો બુરાઈ ગયો છે દરિયાની અંદર ટાટા કેમિકલ્સ નું પ્રદૂષણ એટલું વધી ગયું છે કે કાંઠાથી ત્રણ-ચાર કિલોમીટર સુધી કોઈ જાતની સમુદ્રી જીવ સૃષ્ટિ જોવા મળતી નથી સમુદ્રના તળ ઉપર ત્રણથી ચાર ફૂટ સુધી ટાટા કેમિકલ્સ નું પ્રદૂષણ જોવા મળી રહ્યું છે.
વધુમાં માછીમારોનું જણાવવાનું છે કે બેટ અને આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સમુદ્રી જીવ સૃષ્ટિ જોવા મળે છે ખાસ કરીને ડોલ્ફિન,શાર્ક માછલી, સમુદ્રી કાચબા, જેલી ફિશ, વિવિધ પ્રકારના કરચલા, કોરલ વગેરે જેવી જીવ સૃષ્ટિ નાશ પામવાના આરે છે.
આ ફરિયાદના અનુસંધાને દ્વારકાના પ્રાંત અધિકારી અને સંબંધીત વિભાગના અધિકારી કર્મચારી પ્રથમ ટાટા કેમિકલ્સ ફેક્ટરીની મુલાકાત લીધી અને ત્યારબાદ દેવપરા ના રહેણાંક વિસ્તારમાં સુપર વિઝન કર્યું.
અંતે જ્યાં ટાટા કેમિકલ સોલિડ વેસ્ટ સમુદ્રમાં નાખે છે તે સમુદ્રની અંદર મુલાકાત લઈને અલગ અલગ પ્રકારના સેમ્પલિંગ લઈને પંચરોજ કામ કરેલ છે.

ટાટા કેમિકલ્સ દ્વારા સમુદ્ર માં જેટી નું નિર્માણ કરાયું.

ટાટા કેમિકલ્સ દ્વારા ફેક્ટરી વેસ્ટ કેમિકલ ના નિકાલ થી સમુદ્રમાં પ્રદૂષણ થવાની સેકડો ફરિયાદના લીધે લગભગ ત્રણ ચાર વર્ષ પહેલા પાડલી ગામ સામે સમુદ્રમાં જેટી બનાવવાનું કામ શરૂ કર્યું.
300 થી 400 કરોડ રૂપિયાની જેટી બનાવ્યા બાદ ફેક્ટરીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીકળતો ઝેરી કેમિકલ હવે જેટી ઉપર પાઇપલાઇન નાખીને ઊંડા સમુદ્રમાં તેનો નિકાલ કરવામાં આવશે તેવા પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું સમુદ્રના કિનારે કેમિકલ નાખવાથી પ્રદૂષણ થાય અને જીવ સૃષ્ટિને હાનિ પહોંચે ત્યારે શું ઊંડા સમુદ્રમાં કેમિકલ નાખવાથી પ્રદૂષણ નહી થાય કે જીવ જીવ સૃષ્ટિ ને નુકસાન નહીં થાય?

અગત્યનો મુદો…….સ્થાનીક સિનિયર પત્રકારની નજરે

બીજી તરફ આટલા વર્ષોથી મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ ભારત સરકારના અને ગુજરાત સરકારના વિવિધ કાયદાઓનું ભંગ કરે છે અને તેના હિસાબે જે રીતે માનવ વસાહત, માનવ જીવ, હવા, પાણી અને જમીન તમામ પ્રકારના નુકસાન થતા હોવાથી અનેક લોકોએ ઉચ્ચકક્ષા સુધી ફરિયાદો કરવા છતાં સરકારી જવાબદાર અધિકારીઓ એ ટાટા કેમિકલ્સ ની સામે કોઈ પણ પગલાં લીધા નથી જેના હિસાબે ટાટા કેમિકલ્સ નું સ્થાનિક મેનેજમેન્ટ કાયમી માટે પોતાની મનમાની કરી રહ્યું છે. ત્યારે પ્રાંત અધિકારીની આગેવાનીમાં આવેલા સરકારી અધિકારીઓ જે રીતે સેમ્પલ લીધા અને ટાટા કેમિકલ્સના સક્ષમ અધિકારીઓને સાથે રાખીને આજે કાર્યવાહી કરી છે તેનું કોઈ પ્રજાલક્ષી નિર્ણય આવશે કે નહીં તે નક્કી કરવું મુશ્કેલ છે આ અંગે પ્રાંત અધિકારીને પૂછતા તેમણે જણાવેલ છે કે સંબંધિત વિભાગને સોંપેલી કામગીરીનો અહેવાલ તૈયાર કરીને જિલ્લા કલેકટરને મોકલી આપવામાં આવશે આ ઉપરાંત પ્રદૂષણ વિભાગને પણ મોકલવામાં આવશે ત્યારે હવે આ ટાટા કેમિકલ્સ ના સ્થાનિક મેનેજમેન્ટની બે ફિકરાઈ થી જે રીતે જળ જમીન અને જંગલ ઉપરાંત સમુદ્રી જીવ સૃષ્ટિને નુકસાન થયેલ છે અને માનવ વસાહતો તેમજ માનવ શરીરને જે રીતે હાનિ પહોંચી રહી છે તે બંધ થશે કે નહીં તે એક અત્યારે તો પ્રશ્ન જ છે!!! તેમ અગ્રણી બુધાભા ભાટીનુ પણ મંતવ્ય છે

 

@ગુગલી………..

એક દવા બજારમાં દિવાળી તહેવારો હોઇ એક દવાના વેપારી ફટાકડા વેંચતાતા તો કોકે દૂર ઉભા રહી જાણકારને પુછ્યુ કે એ ભાઇ પાસે ફટાકડા વેંચવાનુ લાયસન્સ છે કે દિવાળી છે તો ચાર પાંચ દી પૈસા કમાવા દવાની પોતાની દુકાન આગળ ફટાકડાનો ઠેલો નાંખ્યો છે??  તો જાણકારે કહ્યુ કે તેમની પાસે લાયસન્સ જ ફટાકડા વેંચવાનુ છે બાકી દવા તો વગર લાયસન્સથી જ વેંચે છે ( આ વાત ને ટાટા કેમીકલ્સ મીઠાપુરની અમુક  પર્યાવરણ મંજુરીઓ દેખાડવા માટે છે અને કરે છે બીજી કોઇ રીતે નીકાલ……….તે મુદાઓ સાથે કંઇ જ સંબંધ નથી)

____________________

રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

B.sc.,L.L.B.,d.n.y.(GAU)
journalism (hindi)
પર્સોનલ મેનેજમેન્ટ (ડો.રાજેન્દ્રપ્રસાદ યુનિ.)

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

જામનગર

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!