GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:”મ્યુલ એકાઉન્ટસ” હોલ્ડર વિરૂધ્ધ કાર્યવાહી કરતી મોરબી જીલ્લા પોલીસ

 

MORBI:”મ્યુલ એકાઉન્ટસ” હોલ્ડર વિરૂધ્ધ કાર્યવાહી કરતી મોરબી જીલ્લા પોલીસ

 

 

મોરબીના સામાકાંઠે રહેતા બે ઇસમોએ સાયબર ક્રાઈમ ફ્રોડ મારફત નાણા મેળવી આર્થિક લાભ માટે રકમ બેંક ખાતામાં જમા કરાવી નાણા ચેક મારફત ઉપાડી ગુનો આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

સાયબર ફ્રોડના રૂપિયા સગેવગે કરતી સક્રિય ચાર ગેંગનો પર્દાફાશ, ખાતા ધારકો-એજન્ટો સહિત કુલ ૧૫ શખ્સો સામે ગુનો નોંધાયો.

મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં પીએસઆઈ વાય પી વ્યાસે આરોપીઓ યશપાલ જીતેન્દ્ર દવે અને રજનીભાઈ કાંતિભાઈ પટેલ રહે બંને અરુણોદય સોસાયટી, સામાકાંઠે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે કે આરોપી યશપાલ દવેએ પોતાના બેંક એકાઉન્ટમાં સાયબર ક્રાઈમ ફ્રોડ મારફત મેળવેલ નાણા ચેકથી વિડ્રો કરી તે રકમ રજનીભાઈ પટેલને આપી નાણા સગેવગે કરી આર્થિક લાભ મેળવ્યો હતો તેમજ તપાસમાં ખુલ્લે તે તમામ બેંક ખાતામાં આવતા નાણા ફ્રોડના હોવાનું જાણવા છતાં આર્થિક લાભ લેવા આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરૂ રચી અલગ અલગ એજન્ટ બનાવી બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી આવેલ નાણા જમા થયેલ હોય જે રકમ ચેક મારફત ઉપાડી એકબીજાને મદદગારી કરી ગુનો આચર્યો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોધી તપાસ ચલાવી છે

મોરબીમાં સાયબર ફ્રોડ માટે સીન્ડીકેટ ચેનલ બનાવી, બેંક ખાતામાં સાયબર ફ્રોડની રકમ મેળવી વિડ્રો કરી લીધી મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલ એચડીએફસી બેંકમાં ત્રણ ઇસમોએ સાયબર ફ્રોડ કરવા સીન્ડીકેટ ચેનલ બનાવી સંગઠિત અપરાધ કરવા કાવતરું રચી લોકો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી સાયબર ફ્રોડ કર્યું હતું અને બેંક ખાતામાં સાયબર ફ્રોદની રકમ જમા કરાવી તે રકમ ચેકથી અને એટીએમથી વિડ્રો કર્યાની ફરિયાદ નોંધાવી છે

મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિપાલસિંહ ગંભીરસિંહ વાળાએ આરોપીઓ વર્સ વિજેન્દ્રસિંઘ ધામા રહે વૃંદાવન પાર્ક મોરબી ૨, આયુરાજસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજા રહે બંને અનંતનગર, ઉમા ટાઉનશીપ પાસે મોરબી ૨ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ સાયબર ફ્રોડ કરવા સીન્ડીકેટ ચેનલ બનાવી સંગઠિત અપરાધ કરવા ગુનાહિત કાવતરું રહ્ચ્યું હતું આરોપીઓએ અલગ અલગ રાજ્ય વ્યક્તિઓ સાથે છેતરપીંડી કરી સાયબર ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરવા પોતાનો આર્થિક લાભ મેળવવા આરોપી વર્સ ધામાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી તે રકમ ચેકથી અને ATM થી વિડ્રો કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

મોરબીમાં એજન્ટો નીમી બેંક ખાતામાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી વિડ્રો કરી, છ વિરુદ્ધ ફરિયાદ _ મોરબીમાં સાયબર ફ્રોડની એક બાદ એક ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં મોરબીમાં બે ઇસમોએ ચાર એજન્ટ નીમી આર્થિક લાભ આપવાની લાલચ આપી બેન ખાતામાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી તે રકમ ચેકથી વિડ્રો કરી નાણા સગેવગે કર્યા હતા એ ડીવીઝન પોલીસે છ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે

મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરજ બજવતા જયપાલસિંહ અજીતસિંહ ઝાલાએ આરોપીઓ ભરત પરષોતમ બારડ, રોહિત બચું મુંજારીયા, રાહુલ બચું મુંજારીયા, રાજા રામભાઈ મકવાણા, લક્ષ્મણ ભરવાડ, મનીષ ડાયાભાઇ દોશી એમ છ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓ ભરત બારડ અને મનીષ દોશીએ તેના લાગતા વળગતા ઇસમોએ ગુનાહિત કાવતરું રચી અલગ અલગ વ્યક્તિઓ સાથે સાયબર ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરવા પોતાના અલગ અલગ એજન્ટો આરોપીઓ રોહિત, રાહુલ, રાજા, લક્ષ્મણને નીમી તેઓને આર્થિક લાભ આપવાની લાલચ આપી બેંક ખાતામાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી તે રકમ ચેકથી વિડ્રો કરી કેશ મેળવી સાયબર ફ્રોડના નાણા સગેવગે કર્યા હતા મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

મોરબીમાં ચાર ઇસમોએ સાયબર ફ્રોડની રકમ બેંકમાં જમા કરાવી રકમ વિડ્રો કરી લીધી_ મોરબીમાં સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવાની એક બે નહિ પૂરી ચાર ફરિયાદ નોંધાઈ છે જેમાં ચોથી ફરિયાદ મુજબ બે ઇસમોએ સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા બે એજન્ટના બેંક ખાતામાં રકમ જમા કરાવી રકમ વિડ્રો કરી લીધી હતી

 

મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકના અમિતભાઈ ચંદુલાલ બાબરિયાએ આરોપીઓ આનંદ સોમાભાઈ હળવદીયા, કરણ સોમાભાઈ હળવદીયા રહે બંને આનંદનગર શનાળા રોડ મોરબી અને વિપુલ રામજીભાઈ ગડા રહે અંધેરી મુંબઈ, હેમુભાઈ રહે અમદાવાદ એમ કાહ્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ આનંદ અને કરણે તેઓના સંબંધીઓના બેંક ખાતા ખોલાવડાવી તેની જાણ બહાર બંને આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી અલગ અલગ વ્યક્તિઓ પાસે સાયબર ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરવા એજન્ટો આરોપી વિપુલ અને હેમુભાઈને નીમી આર્થિક લાભ આપવાની લાલચ આપી બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી તે રકમ ચેકથી વિડ્રો કરી કેશ મેળવી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Back to top button
error: Content is protected !!