GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા વિભાગના સંતરામપુર ડેપોમાં કર્મચારી મંડળનું સ્નેહ મિલન અને કારોબારી બેઠક સંપન્ન!

 

પંચમહાલ શહેરા

 

નિલેશભાઈ દરજી શહેરા

ગોધરા એસ.ટી. વિભાગ હેઠળના સંતરામપુર ડેપો ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ કર્મચારી મંડળ દ્વારા સ્નેહ મિલન અને કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળની નીતિ-રીતિ અને કર્મચારી હિતના કાર્યોથી પ્રભાવિત થઈને અનેક નવા કર્મચારીઓ આ પ્રસંગે મંડળમાં જોડાયા હતા.આ બેઠકમાં રાજ્ય કક્ષાએથી ગુજરાત એસ.ટી. કર્મચારી મહામંડળના સર્વોચ્ચ હોદ્દેદારોએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. જેમાં મહામંડળના પ્રમુખ દિલીપસિંહ ગોહિલ અને ઇન્ચાર્જ મહામંત્રી એસ. એસ. ક્ષત્રિય ગુડ્ડુ બાપુ હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિથી કારોબારી બેઠકને માર્ગદર્શન મળ્યું હતું.આયોજન દરમિયાન, કર્મચારી મંડળની કાર્યપ્રણાલી, કર્મચારીલક્ષી નીતિ જોઈને બી.એમ.એસ. સહિતના અન્ય અનેક હોદ્દેદારો તેમજ કર્મચારીઓએ કર્મચારી મંડળમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.

કર્મચારી મંડળની ટીમ દ્વારા આ તમામ નવા સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા જોડાયેલા સભ્યોને મહામંડળના પ્રમુખ અને મહામંત્રીએ આવકાર્યા હતા નવા સભ્યોને આવકારવામાં અને સમગ્ર આયોજનને સફળ બનાવવામાં ગોધરા વિભાગ કર્મચારી મંડળની ટીમનો ફાળો રહ્યો હતો. ટીમમાં મુખ્યત્વે પ્રમુખ વિનોદ ઝાલૈયા, કાર્યકારી પ્રમુખ ઈશ્વર પગી, અને જનરલ સેક્રેટરી ઈદરિશ મુલ્લાં તેમજ તેમની સમગ્ર ટીમ કાર્યરત રહી હતી.આ બેઠક દ્વારા કર્મચારી મંડળે પોતાની એકતા અને સંગઠન શક્તિનો પરિચય આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!