
રાજપારડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા માં ડોવી મિનરલ્સ ના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી જીએમડીસી રોડ પર આવેલ માંડોવી મિનરલ્સ ના નામથી સિલિકાનો વોશિંગ પ્લાન્ટ આવેલ છે જેના વિરોધમાં રાજપારડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીને સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના ટ્રક માલિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેઓ એ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાજપારડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિયેશન રાજપારડી ગામના સ્થાનિક લોકો તથા આજુબાજુના ઝઘડીયા તાલુકાના આશરે 150 થી વધારે ટ્રક માલિકો તથા 400 થી વધુ ડ્રાઇવરો જોડાયેલ છે અને તેઓ તેઓનુ ગુજરાન ચલાવી રહ્યા છે
ઝઘડિયા તાલુકાની અંદર આશરે 100 થી વધુ સિલિકા પ્લાન્ટો હાલ કાર્યરત છે અને તેઓ તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનને સહકાર આપી રહ્યા છે અને સ્થાનિકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે. અને નક્કી કરેલ મુજબ ભાવ આપી રહ્યા છે. પરંતુ જીએમડીસી રોડ પર આવેલ માંડવી મિનરલ્સ દ્વારા રાજપારડી સીલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે ક્યારે સહમત થયેલ નથી અને તેઓ રાજપારડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન પર યેન કેન પ્રકારે કાયદાકીય પોલીસ તથા gmdc નો ઉપયોગ કરી એસોસિએશન ને દબાણમાં લાવી તે બંધ કરવાની પેરવી માં છે. જેના અનુસંધાને એસોસિએશનના પ્રમુખ પર પોલીસ મથકે અરજી કરેલ છે. જેવો દ્વારા સ્થાનિક લોકોને જીવાદોરી બંધ કરાવવા અને ટ્રાન્સપોર્ટરોને સહકાર આપતા નથી. એવા આક્ષેપો આવેદન પત્રમાં કરવામાં આવ્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે માંડોવી મિનરલ સરકારના નીતિ નિયમ મુજબ તથા સરકારી વિભાગના માન્ય પ્રમાણપત્ર ધરાવે છે કે કેમ તેની તપાસ કરવા આવેદન પત્રમાં જણાવ્યું હતું.
ઈરફાન ખત્રી
રાજપારડી








