GUJARATJUNAGADHKESHOD

સંસ્કાર અને શિસ્તના પર્યાય સમા શ્રી હઠીસિંહજી વિનય મંદિર કેશોદ ખાતે શાળા રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

સંસ્કાર અને શિસ્તના પર્યાય સમા શ્રી હઠીસિંહજી વિનય મંદિર કેશોદ ખાતે શાળા રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

શ્રી રાજપૂત સેવા સમાજ સંચાલિત સંસ્કાર અને શિસ્તનો પર્યાય એવી શ્રી હઠીસિંહજી વિનય મંદિર, કેશોદ ખાતે શાળા રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
આ રમતોત્સવમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર દોડ, લાંબી કૂદ, કબડ્ડી, રસ્સા ખેંચ, કોથળા દોડ, ત્રી પગી દોડ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અગ્રણી મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ આ પ્રસંગે શ્રી રાજપૂત સેવા સમાજ તરફથી શક્તિસિંહ રાયજાદા, શ્રી એલ કે હાઈસ્કૂલના આચાર્ય રણવીરસિંહ પરમાર, પર્યાવરણ વિદ અને લેખક એવા કેશોદના અગ્રણી આર.પી.રાયજાદા, એન.પી. કોલેજના આચાર્ય પાંભર સાહેબ અને સ્ટાફ, જૂનાગઢ જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ શ્હમીરસિંહ વાળા, સરસ્વતી વિનય મંદિર – રવનીના વ્યાયામ શિક્ષક હિતેશભાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત રીબીન કટીંગ અને ‘લાઈટ ઓફ ટોર્ચ’ સેરેમનીથી કરવામાં આવેલ
કાર્યક્રમનું રીબીન કટીંગ રણવીરસિંહ સાહેબ અને શક્તિસિંહ રાયજાદા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનોએ ‘લાઇટ ઓફ ટોર્ચ’ સેરેમની દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી. શાળાના બાળકોએ પિરામિડ જેવી સુંદર કૃતિ રજૂ કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. શાળાના આચાર્ય ઠાકર સાહેબે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. શ્રી રણવીર સિંહ દ્વારા બાળકોને જીવનમાં રમત-ગમતના મહત્વ વિશે પ્રેરણાદાયક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. વિજેતાઓને મેડલ અર્પણ કરી સન્માનિત કરાયા હતાં શ્રી રાજપૂત સેવા સમાજના પ્રમુખ વિજયસિંહ રાયજાદાએ કાર્યક્રમની શુભેચ્છા પાઠવી હતી અને વિવિધ સ્પર્ધાઓના વિજેતા બાળકોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.શાળાના આચાર્ય શ્રી દેવેન ઠાકર અને સ્ટાફ દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં આ સમગ્ર કાર્યક્રમની તૈયારી સરસ રીતે કરાવવામાં આવી હતી અને કેશોદ શહેરમાં રમત-ગમતની આવી ઉત્તમ ઉજવણી કરવામાં આવી હતી. શ્રી હઠીસિંહજી વિનય મંદિર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો હતો.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!