
ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત ઝોનકક્ષા (ઇન્ટર ડીસ્ટ્રીકટ) ઓલિમ્પિક રમતોની (ફૂટબોલ, હેન્ડબોલ, બાસ્કેટબોલ, હોકી, વોલીબોલ) અને નોન-ઓલિમ્પિક (કબડ્ડી, ખો-ખો, શૂટિંગબોલ, રસ્સાખેંચ) સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.જેમાં ખેલ મહાકુંભ ૨૦૨૫ સૌરાષ્ટ્ર ઝોનકક્ષા કબડ્ડી અં – ૧૪,૧૭,ઓપન એઈજ સ્પર્ધા સરદાર પટેલ રમત સંકુલ,ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે યોજવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર ઝોનના અલગ અલગ જિલ્લામાંથી ૯૬ ટીમોએ ભાગ લીધેલ અને આ સ્પર્ધામાં પોતાનું કૌવત દાખવ્યું હતું.જેમાં અં-૧૪ ભાઈઓમાં ભાવનગર શહેર અને ગીર સોમનાથ, અં-૧૭ ભાઈઓમાં ગીર સોમનાથ અને જૂનાગઢ ગ્રામ્ય, ઓપન એઈજ ભાઈઓમાં ભાવનગર શહેર અને મોરબી ટીમ વિજેતા થયેલ છે. તથા અં-૧૪ બહેનોમાં ગીર સોમનાથ અને જૂનાગઢ ગ્રામ્ય, અં-૧૭ બહેનોમાં મોરબી અને જૂનાગઢ ગ્રામ્ય, ઓપન એઈજ બહેનોમાં જૂનાગઢ ગ્રામ્ય અને ગીર સોમનાથ ટીમ વિજેતા થયેલ છે. આ સ્પર્ધા દરમિયાન સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા,ચીફ ઓડીટર જૂનાગઢ મહાનગરપાલિકા શ્રી રમેશભાઈ રાવલીયા ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને સ્વદેશી બાબતે, સમતોલ આહાર બાબતે, સ્વાસ્થયની જાળવણી બાબતે, નિયમિત વ્યાયામ અને રમત ગમતમાં ભાગ લેવા માટેની પ્રેરણાઓ પૂરી પાડવામાં આવી હતી. વિજેતા થયેલ આ ટીમો રાજ્યકક્ષાએ સૌરાષ્ટ્ર ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. તથા સમગ્ર ટીમોને જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. એમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જૂનાગઢની અખબારી યાદીમાં જણાવાયુ છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ








