GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના કેન્દ્રીય વિદ્યાલયની વિદ્યાર્થીની પૂર્વી પટેલ નેશનલ રોબોટિક્સ ચેમ્પિયનશિપમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી…

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામની પૂર્વી દર્શન પટેલ  નેશનલ રોબોટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને ત્યાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન કારણે તેઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી થઇ છે. પૂર્વિ પટેલ કેન્દ્રીય વિદ્યાલય ટોકરખાડા, સેલવાસ ખાતે  ધોરણ- ૬ માં અભ્યાસ કરે છે, તેણીએ રોબોટિક્સ એન્ડ કોડિંગ  અભિયાન અંતર્ગત તાલીમ લીધી અને પ્રથમ પૂણે મહારાષ્ટ્ર ખાતે યોજાયેલી નેશનલ રોબોટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને તેઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે. યુરોપના એસ્ટોનિયા દેશના તાલીન શહેરમાં યોજાયેલી રોબોટેક્સ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ફોલ્ક‌ રેસ ચેલેન્જમાં તેમની ટીમ વિશ્વમાં પ્રથમ ક્રમાંક મેળવી, દેશ અને સમાજનું નામ રોશન કર્યું છે. પૂર્વિના માતા-પિતાસમાજ સેવાના કાર્યોમાં જોડાયેલા છે. દાદા શ્રી સ્વ. અશોકભાઈ પટેલ, કે જેઓ જલારામ બાપાના ખૂબ જ સેવાભાવી ભક્ત હતા અને સમાજની ઉન્નતિમાં તેમનો ફાળો ખૂબ જ અગ્રેસર રહયો છે. પૂર્વીની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી થતાં શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં.

Back to top button
error: Content is protected !!