GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

ચીખલી તાલુકાના ગોળ ઉત્પાદનો પર ફૂડ સેફ્ટી વિભાગના દરોડા,૧૦ સેમ્પલ લેવાયા જયારે ૬ પેઢીઓને નોટિસ ફટકારી

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

શિયાળાની સીઝનમાં ગોળના વધતા ઉત્પાદન અને વપરાશને ધ્યાનમાં લેતા, નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલ વિવિધ ગામોમાં ગોળ ઉત્પાદન કરતા એકમોની અચાનક તપાસ કરવામાં આવી હતી. ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત રાખવા માટે કરવામાં આવેલ આ તપાસ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ–૨૦૦૬ મુજબ અમલમાં લેવામાં આવી.

ચીખલી તાલુકાના કુલ ૦૬ ગોળ ઉત્પાદન એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી કુલ ૧૦ નમૂનાઓ સંગ્રહિત કરીને અનુસંધાન લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તપાસ દરમિયાન સદર તમામ ૦૬ પેઢીઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ–૨૦૦૬  ની શિડ્યૂલ–૪  હેઠળની જરૂરી સુચનાઓ અને સ્વચ્છતા સંબંધિત જોગવાઈઓનું પાલન કરવા નોટિસ પાઠવવામાં આવી છે.

નવસારી ખોરાક અને ઓષધ નિયમન કચેરી દ્વારા જણાવાયા મુજબ, ગોળના ઉત્પાદન દરમિયાન સ્વચ્છતા, ગુણવત્તા અને માનવ આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવે તે હેતુસર આ કામગીરી હાથ ધરવામાં આવી છે. નમૂનાઓની લેબોરેટરી રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ જરૂરી પગલાં લેવામાં આવશે.

Back to top button
error: Content is protected !!