દાહોદ તાલુકાના મોટીખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૦૦ દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આરોગ્ય કેમ્પ દરમિયાન મોબાઇલ ટીબી એક્સ-રે વાનની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં કુલ ૨૦૪ શંકાસ્પદ દર્દીઓના ટીબી એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા. ઉપરાંત દર્દીઓ માટે વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી વિવિધ આરોગ્ય તપાસણીઓ પણ હાથ ધરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી.કાર્યક્રમની સફળતા માટે આરોગ્ય વિભાગની વિવિધ ટીમો — મેડિકલ ઓફિસર, તાલુકા ટીબી સુપરવાઈઝર, પીએચસી સુપરવાઈઝર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), ફીમેલ હેલ્થ વર્કર (FHW), આશા ફેસિલિટેટર તથા આશા બહેનો — એ સક્રિય સહયોગ આપ્યો હતો.આ પ્રકારના આરોગ્ય કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી જેવી ગંભીર બીમારીની વહેલી તકે ઓળખ અને નિર્મૂલન દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે, જે “ટીબી મુક્ત ભારત”ના લક્ષ્ય તરફ દૃઢ પગલું સાબિત થશે
Sorry, there was a YouTube error.
AJAY SANSI4 days agoLast Updated: December 11, 2025